ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થઈ ગયા બાદ સૌકોઈને પરિણામનો ઈંતેજાર છે, જે 2 મેના રોજ ઘોષિત કરાશે, પરંતુ પરિણામ પહેલાં સૌકોઈની નજર એક્ઝિટ પોલ પર ટકી છે, જે આજે ઘોષિત થઈ રહ્યા છે. આમ તો પરિણામના હિસાબે પશ્ચિમ બંગાળ રાજ્ય સૌથી મહત્વપૂર્ણ છે, પરંતુ અન્ય રાજ્યોને લઈને પણ રાજનૈતિક દળ બહુ આતુરતાથી ઈંતેજાર કરી રહ્યા છે.
- Republic CNXના સર્વે મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરીમાં એનડીએની સરકાર બનતી જણાઈ રહી છે. 30 વિધાનશભા સીટમાંથી એનડીએને 16-20 સીટ મળી રહી છે. જ્યારે યૂપીએને 11-13 સીટ મળી રહી છે અને અન્યોના ખાતામાં એકેય સીટ નથી જઈ રહી.
- એબીપી સી વોટરના સર્વે મુજબ પણ તસવીરો કંઈક આવી જ છે. આ સર્વે અંતર્ગત પણ પોંડિચેરીમાં ભાજપ ગઠબંધનની જ સરકાર બનતી જણાઈ રહી છે. આંકડાઓ મુજબ ભાજપ ગઠબંધન 19માંથી 23 સીટ મેળવી શકે છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને માત્ર 6-10 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે અન્યોના ખાતામાં 2 સીટ જતી જણાઈ રહી છે.
ચૂંટણી પહેલાં પોંડિચેરીમાં સરકાર પડી ભાંગી હતી
જો પોંડિચેરીની વાત કરીએ તો અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આકરી ટક્કર છે. પોંડિચેરીમાં 30 વિધાનસભા સીટ માટે વોટિંગ થયું હતું. 2016માં થયેલ ચૂંટણીમાં અહીં કોંગ્રેસના નેતૃત્વમાં યૂપીએની સરકાર બની હતી. જેમાં કોંગ્રેસને એકલીને જ 15 સીટ મળી હતી, પરંતુ 2012ની ચૂંટણીના થોડા દિવસો પહેલા અહીં કોંગ્રેસની સરકાર પડી ભાંગી હતી. હવે કોંગ્રેસ સામે ફરીથી સરકાર બનાવવાનો પડકાર આ રાજ્યમાં છે.