Video:આસામ ભૂકંપઃ PM મોદીએ CM સાથે કરી વાત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ - સ્થિતિ પર અમારી નજર

|

ગુવાહાટીઃ આસામમાં આજે સવારે ભયંકર ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 આંકવામાં આવી. રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકોને ભૂકંપના ઝટકા અનુભવાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપ વિશે કહ્યુ કે, 'રાજ્યના અમુક ભાગોમાં ભૂકંપ આવ્યો છે તેના વિશે મે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે વાત કરી છે. મે કેન્દ્રને દરેક સંભવ મદદનુ આશ્વાસન આપ્યુ છે. હું આસામના લોકોની સલામતી માટે પ્રાર્થના કરુ છુ.'

#WATCH Assam | Cracks appeared on a road in Sonitpur
as a 6.4 magnitude earthquake hit the region this morning. pic.twitter.com/WfP7xWGy2q

— ANI (@ANI) April 28, 2021

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે ભૂકંપ બાદ રાજ્યના વિવિધ ભાગોમાં સ્થિતિનુ આકલન કરવા માટે મે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે વાત કરી છે. શાહે કહ્યુ કે, 'કેન્દ્ર સરકાર આસામના આપણા બહેનો અને ભાઈઓ સાથે મજબૂતીથી ઉભી છે. અમે બધાની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યા છે.'

Have spoken to Assam CM Sarbananda Sonowal to assess the condition in different parts of the state after an earthquake. Central govt stands firmly with our sisters and brothers of Assam. Praying for everyone’s safety and well-being: Union Home Minister Amit Shah

(File photo) pic.twitter.com/0tTyyMEVLR

— ANI (@ANI) April 28, 2021

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ટ્વિટ કર્યુ છે કે, 'આસામમાં ભૂકંપનો મોટો ઝટકો અનુભવાયો છે. હું દરેકના કુશળ મંગળ હોવાની કામના કરુ છુ. સાથે જ લોકોને અપીલ કરુ છુ કે તે સંપૂર્ણપણે એલર્ટ રહ્યા, હું અન્ય જિલ્લાઓમાંથી પણ અપડેટ લઈ રહ્યો છુ.'

ઝેરી દારુ પીવાથી 5 લોકોના મોત, અડધા ડઝનથી વધુ લોકો ગંભીર

તમને જણાવી દઈએ કે મંગળવારે હરિયાણાના રોહતકમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રોહતકમાં કાલે સાંજે 7 વાગીને 10 મિનિટે ભૂકંપ આવ્યો હતો. રિકર્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3 નોંધવામાં આવી હતી. જોકે અહીં પણ કોઈ પ્રકારના જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી.

MORE earthquake NEWS