શું કોરોના મ્યૂટેંટને કારણે RT-PCR ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ આપી રહ્યો છે, જાણો ડૉક્ટરે શું કહ્યું?

|

ભારતમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે આરટી પીસીઆર ટેસ્ટની માંગ વધી રહી છે. પરંતુ RT-PCR ટેસ્ટમાં અમુક કિસ્સાઓમાં ખોટો રિપોર્ટ સામે આવી રહ્યો છે. કોવિડ 19ના ખોટા અને નેગેટિવ રિપોર્ટે લોકોની પરેશાની અને ચિંતા વધારી દીધી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસના મ્યૂટેંટ સ્ટ્રેનના કારણે RT-PCR નેગેટિવ આવી રહ્યો છે. જ્યારે લોકો હકીકતમાં કોરોનાથી સંક્રમિત છે અને તેમનામાં કોરોનાના લક્ષણ પણ છે ત્યારે કેટલીયવાર RT-PCR ટેસ્ટ રિપોર્ટ ખોટો આવ્યો છે. હવે સવાલ ઉઠે છે કે શું RT-PCR ટેસ્ટ વાયરસના મ્યૂટેંટને કારણે નેગેટિવ રિપોર્ટ આપી રહ્યો છે? આવા પ્રકારની આશંકાઓ ફગાવતાં નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ બાયોમેડિક જીનોમિક્સના ડાયરેક્ટર ડૉ. અનુરાગ અગ્રવાલે કહ્યું કે શક્ય છે કે એક કોરોના સંક્રમિત વ્યક્તિ આરટી-પીસીઆર ટેસ્ટમાં નેગેટિવ આવે પરંતુ કોવિડનો નવો સ્ટ્રેન અને ડબલ મ્યૂટેંટ તેનું કારણ નથી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડૉ અનુરાગ અગ્રવાલનો એક વીડિયો ટ્વીટ કર્યો. જેમાં ડૉ અનુરાગ અગ્રવાલે કહ્યું કે ડબલ મ્યૂટેંટને પીસીઆર પોઝિટિવ દ્વારા સિક્વેંસ્ડ કરાયો હતો. માટે કોરોનાનો મ્યૂટેંટ આરટી પીસીઆર ટેસ્ટથી બચી શકે તે શક્ય નથી. ડૉ અનુરાગ અગ્રવાલે જણાવ્યું કે વિશ્વભરની તમામ સંભવિત સિક્વેંસેજને અમે નિયમિત પણે ચેક કરી રહ્યા છીએ. માટે ડબલ જીન ટેસ્ટિંગથી બચી શકે એવો કોઈ વાયરસ નથી.

ડૉ. અનુરાગ અગ્રવાલે કહ્યું, "કોરોનાના લક્ષણ દેખાવા શરૂ થયાના એક દિવસ પહેલા દર્દીના મોઢા અને નાકમાં વાયરસનો લોડ સૌથી વધુ રહે છે. પછી ધીરે ધીરે વાયરસનો ભાર ઘટતો જાય છે. એટલે કે 7-8 દિવસ બાદ કોવિડ ટેસ્ટ કરાવો છો તો રિપોર્ટ નેગેટિવ આવવાની સંભાવના છે... કેમ કે આ દરમ્યાન વાયરસ શરીરમાં ચાલ્યો ગયો હોય છે."

ડૉ અનુરાગ અગ્રવાલે કહ્યું કે, કોરોનાના લક્ષણ હાજર હોવા છતાં આરટી પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવવો કંઈ નવી વાત નથી. શરૂઆતથી જ આવું ચાલતું આવતું હતું. જે કોઈપણ નવા તણાવનું કારણ નથી. જો ટેસ્ટ કરવામાં વિલંબ કરો તો ટેસ્ટ રિપોર્ટ પણ ખોટો આવી શકે છે.

ગુજરાતમાં વકર્યો કોરોનાવાયરસ, એક જ દિવસમાં 10340 નવા કેસ

જ્યારે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા દિલ્હી સ્થિત હેલ્વેતિયા મેડિકલ સેંટરના સંસલ્ટેંટ ફિજીશિયન ડૉ ચંદ્રાએ કહ્યું હતું કે જણાય છે કે આરટી પીસીઆર કોરોનાના નવા મ્યૂટેંટનો પતો નથી લગાવી શકતી. હું માનું છું કે કોરોનાની ડબલ અને ટ્રીપલ મ્યુટન્ટ જાતો છે, જે તેના દેખાવને બદલી રહી છે, આ કારણોથી આરટી-પીસીઆર ટેસ્ટ રિઝલ્ટ નેગેટિવ આવી રહ્યા છે.

MORE coronavirus NEWS