દિલ્હીમાં 26 જાન્યુઆરીએ થયેલી હિંસા સાથે જોડાયેલા અન્ય કેસમાં દિલ્હીની ટીઝ હજારી કોર્ટે દીપ સિદ્ધુને જામીન આપી દીધા છે. કોર્ટે કહ્યું કે પોલીસે દીપ સિદ્ધુની 14 દિવસની કસ્ટડીમાં પહેલાથી જ પૂછપરછ કરી હતી અને એડિશનલ સેશન્સ જજ (એએસજે) દ્વારા નિયમિત જામીન આપ્યા પહેલા તે 70 દિવસ પોલીસ કસ્ટડીમાં હતો.
ઉલ્લેખનિય છેકે અગાઉ 17 એપ્રિલના રોજ, દિલ્હીની કોર્ટે પ્રજાસત્તાક દિન પર લાલ કિલ્લા પરીસરમાં થયેલી હિંસામાં ધરપકડ કરાયેલા દીપ સિદ્ધુને જામીન આપ્યા હતા, ત્યારબાદ સિદ્ધુને ફરીથી હિંસા સંબંધિત અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે દીપ સિદ્ધુ પર દિલ્હીમાં હિંસા દરમિયાન વિરોધીઓને હિંસા માટે ઉશ્કેરવાનો આરોપ છે. આ મહિનાની શરૂઆતમાં લાલ કિલ્લા પર હિંસા સંબંધિત કેસમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ હિંસા દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપસર ફરીથી ધરપકડ કરવામાં આવી હતી.
18 વર્ષથી ઉપરના તમામ લોકોને ફ્રીમાં અપાશે કોરોના વેક્સિન: અરવિંદ કેજરીવાલ
26 જાન્યુઆરીએ દિલ્હીમાં કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં દિલ્હી પોલીસના ઘણા જવાન ઘાયલ થયા હતા. આ હિંસામાં દિલ્હીની જાહેર સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. હિંસામાં સામેલ તમામ આરોપીઓના પુરાવાના આધારે દિલ્હી પોલીસે ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી શરૂ કરી હતી.