ભારતમાં કોરોનાનો કહેર
દેશમાં કોરોના વેક્સીનેશન કાર્યક્રમ તેજીથી ચાલી રહ્યો છે, ભારતમાં માત્ર 99 દિવસમાં 14 કરોડ લોકોને કોરોનાની રસી લગાવાઈ છે. દુનિયામાં સૌથી તેજીથી વેક્સીન ભારતમાં લગાવાઈ રહી છે. સરકારે કહ્યું કે શનિવારે રાતે 8 વાગ્યા સુધી ભારતમાં કોવિડ 19 વેક્સીનના 24 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. માત્ર 95 દિવસમાં ભારતે આવું કરી દેખાડ્યું જ્યારે અમેરિકાને 101 અને ચીનને 109 દિવસ લાગ્યા.
સતત વધી રહ્યા છે કેસ
ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, એક્સપર્ટ્સ મુજબ આ લહેર આગલા 100 દિવસ સુધી ચાલશે અને જ્યાં સુધી 70 ટકા વસ્તીનું વેક્સીનેશન ના થઈ જાય ત્યાં સુધી લોકોને કોરોનાની લહેર પરેશાન કરતી રહેશે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું
સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું કે, માનવતા માટે વેક્સીન પર વિપક્ષઓએ રાજનીતિ બંધ કરી દેવી જોઈએ. ડૉ હર્ષવર્ધને કહ્યું કે કેન્દ્ર સરકાર પોતાની વેક્સીનેશન નીતિ અંતર્ગત રાજ્યોને ત્રીજા તબક્કામાં 50 ટકા વેક્સીન ડોઝ મફત આપશે. મહામારીના સમયે આવા પ્રકારની રાજનીતિ શર્મજનક છે.
શું કોરોના મ્યૂટેંટને કારણે RT-PCR ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ આપી રહ્યો છે, જાણો ડૉક્ટરે શું કહ્યું?