દેશની રાજધાની દિલ્હીમાં એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે અને બીજી તરફ દર્દીઓ માટે ઓક્સિજનનું સંકટ છે. ઓક્સિજન સપ્લાયના અભાવે હોસ્પિટલો સહિત કોરોના દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઓક્સિજન ઝડપથી મળે તે માટે શનિવારે મહારાજા અગ્રસેન હોસ્પિટલની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે દિલ્હી સરકાર પર નારાજગી વ્યક્ત કરી ઓક્સિજન પ્લાન્ટ લગાવવા કહ્યું છે.
ન્યાયાધીશ વિપિન સંઘી અને ન્યાયાધીશ રેખા પલ્લીની ડિવિઝન બેંચે ઓક્સિજનના અભાવ અંગે મહારાજા અગ્રસેન હોસ્પિટલની અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી સરકાર પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જણાવ્યું હતું. દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાહુલ મેહરાએ કોર્ટને કહ્યું કે જે કંઇ પણ થઈ રહ્યું છે, અમે સપ્લાય કરીશું, જોકે આપણે હવાથી ઓક્સિજન બનાવી શકતા નથી. આના પર, હાઈ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે જવાબદારી પણ તેમના પર આવે છે. દિલ્હી સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવે.
જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે 20 લોકોના મોત, 200ની જીંદગી ખતરામાં
વરિષ્ઠ એડવોકેટ રાહુલ મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે ગઈકાલે દિલ્હીમાં લગભગ 296 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી હતી. અમારો ક્વોટા 480 મેટ્રીક હોવા છતાં ફાળવેલ ઓક્સિજન ઉપલબ્ધ નથી. જો આવું ન થાય, તો 24 કલાકમાં આખી સિસ્ટમ ધ્વસ્ત થઇ જશે. આ સાથે, દિલ્હી સરકારના વકીલે માંગ કરી કે તેમના ક્વોટાનો ઓક્સિજન મળે.