મે મહિનામાં કોરોનાથી ભારતમાં રોજ થશે 5000થી વધુ મોત, ચરમ પર હશે સંક્રમણઃ રિસર્ચમાં દાવો

|

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસ 15 મે સુધી પોતાન ચરમ(પીક) પર હશે. અમેરિકામાં થયેલ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મે મહિનાના મધ્યમાં ભારતમાં રોજ કોરોના વાયરસના 5600 લોકોના મોત થઈ શકે છે. આનો અર્થ એ છે કે એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે દેશમાં કોરોના વાયરસથી લગભગ ત્રણ લાખ લોકો પોતાના જીવ ગુમાવી શકે છે. દેશમાં અત્યાર સુધી એટલે કે 23 એપ્રિલ, 2021 સુધી 1 લાખ 89 હજાર 544 લોકોના મોત કોવિડ-19ના કારણે થઈ ચૂક્યા છે. દેશમાં શનિવારે(24 એપ્રિલ) કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 3 લાખ 46 હજાર 786 નવા કેસ સામે આવ્યા છે અને 2624 લોકોના મોત થયા છે. દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1,66,10,481 થઈ ગઈ છે. સક્રિય કેસોની સંખ્યા 25 લાખ 52 હજાર 940 છે. ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,38,67,997 થઈ ગઈ છે.

વૉશિંગ્ટન વિશ્વવિદ્યાલયમાં ઈન્સ્ટીટ્યુટ ફૉર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME)દ્વારા કોવિડ-19 પ્રોજેક્શન નામથી એક અભ્યાસ કરવામાં આવ્યો. જે 15 એપ્રિલ, 2021ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં જો કોરોના વાયરસની સ્થિતિને કંટ્રોલ કરવી હોય તો દેશવ્યાપી રસીકરણથી જ કંઈ થઈ શકે છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારીનો આ સમય આવનારા દિવસોમાં હજુ વધુ ખતરનાક થવાનો છે.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં 24 કલાકમાં 120 દર્દીઓના મોત

ભારતમાં કોરોનાથી થતા મોત પર કહેવામાં આવ્યુ છે કે મેના મધ્યમાં(એટલે કે 15 મે આસપાસ) ભારતમાં કોરોના પોતાના પીક પર હશે. 10 મે સુધી ભારતમાં રોજ કોરોના વાયરસના 5600થી વધુ લોકોના મોત થઈ શકે છે. ભારતમાં એપ્રિલથી 1 ઓગસ્ટ વચ્ચે મોતનો આંકડો 3 લાખ 29 હજાર થઈ જશે. વળી, જુલાઈ 2021ના અંત સુધી આ આંકડો 6 લાખ 65 હજાર સુધી વધી શકે છે. રિસર્ચમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે એપ્રિલના ત્રીજા સપ્તાહના અંત સુધી જો ભારતમાં યોગ્ય રીતે માસ્ક પહેરે તો મોતના આ આંકડાને 70 હજાર સુધી ઘટાડી શકાય છે.

MORE coronavirus NEWS