બેંગલુરુ દેશમાં સૌથી વધુ સક્રિય કેસવાળો જિલ્લો
જો ભારતની વાત કરીએ તો ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 10 શહેરોમાંથી 5 એકલા મહારાષ્ટ્રના છે. ભારતના 10 સૌથી વધુ પ્રભાવિત શહેરોમાં બેંગલુરુ, પૂણે, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર, થાણે, લખનઉ, નાસિક, કમરુપ મેટ્રો(ગુવાહાટી) અને અમદાવાદ છે. જ્યારે મુંબઈ અને દિલ્લી કોરોનાના કેસો બાબતે રોજ આગળ રહે છે. બેંગલુરુ દેશમાં સૌથી વધુ સક્રિય કેસવાળો જિલ્લો બની ગયો છે. બેંગલુરુમાં કોરોનાના લગભગ 1.5 લાખ સક્રિય કેસ છે. બેંગલુરુ બાદ પૂણે એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં કોરોનાના 1 લાખથી વધુ સક્રિય કેસ છે.
ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક, દિલ્લી અને મહારાષ્ટ્રમાં કોરોનાના સર્વાધિક કેસ
મહારાષ્ટ્રના જે પાંચ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ છે તેમાં પૂણે, મુંબઈ, નાગપુર, થાણે અને નાસિક શામેલ છે. બેંગલુરુમાં સક્રિય કેસોની સંખ્યા બધા ચાર રાજ્યો - મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને કર્ણાટકથી વધુ છે. શુક્રવારે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના સર્વાધિક કેસ સામે આવ્યા તેમાં કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, ગુજરાત, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ અને ચંદીગઢ શામેલ છે. રાજ્ય સ્તરે વાત કરીએ તો શુક્રવારે ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક, દિલ્લી અને મહારાષ્ટ્રમાં કોરોનાના સર્વાધિક કેસ સામે આવ્યા. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના રેકૉર્ડ 66,836 નવા કેસ નોંધવામાં આવ્યા.
ભારતની મદદ નહિ કરે અમેરિકા, વેક્સીનનો કાચો માલ આપવાનો ઈનકાર
મહારાષ્ટ્રમાં દેશના કોઈ પણ રાજ્યથી સૌથી વધુ મોત
વળી, કેરળ, દિલ્લી, કર્ણાટક, ઉત્તર પ્રદેશ રાજ્યોમાં પ્રત્યેકમાં કોરોનાના લગભગ 20 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા. વળી, શુક્રવારે મહારાષ્ટ્રમાં દેશના કોઈ પણ રાજ્યથી વધુ મોત(773) થયા કે જે દેશમાં થયેલ કુલ મોતના 30 ટકા હતા. ત્યારબાદ ક્રમશઃ દિલ્લી(348), છત્તીસગઢ(219) બીજા તેમજ ત્રીજા સ્થાને રહ્યા. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાતમાં શુક્રવારે 100થી વધુ મોત થયા. તમિલનાડુ, પંજાબ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિત આઠ અન્ય રાજ્યોમાં શુક્રવારે 50થી વધુ મોત કોરોનાના કારણે થયા.