IIT વૈજ્ઞાનિકોની ભવિષ્યવાણી, 15 મે સુધી ચરમ પર હશે કોરોના સક્રિય દર્દીઓની સંખ્યા

|

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની મહામારીની ગતિ ઝડપથી વધી રહી છે. પ્રતિદિનના આંકડા હવે ત્રણ લાખને પાર પહોંચી ગયા છે. દેશમાં હાલમાં 24 લાખથી વધુ કોવિડના સક્રિય કેસ છે પરંતુ એક રિપોર્ટ મુજબ આગલા મહિનાની 15 તારીખ સુધી આ આંકડો 33થી 35 લાખ વચ્ચે પહોંચી શકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે મેમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા પોતાના પીક(ચરમ) પર પહોંચી શકે છે. હાલમાં સામે આવેલા વિશેષજ્ઞોનો આ દાવો સરકાર અને લોકોની ચિંતા વધારવાનો છે.

હાલમાં ભારત કોરોના મહામારીની બીજી ભયાનક લહેરનો સામનો કરી રહ્યુ છે. શુક્રવારે સામે આવેલા 3,32,730 નવા દર્દીઓ સાથે હવે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 24,28,616 પહોંચી ગઈ છે જ્યારે દેશમાં અત્યાર સુધી કુલ 1,62,63,695 લોકો મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આઈઆઈટી વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ એક ગણિતીય મૉડ્યુલની માનીએ તો 15 મે, 2021 સુધી દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 30-35 લાખની વચ્ચે હશે. કાનપુર અને હૈદરાબાદમાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનના વૈજ્ઞાનિકોએ પોતાના એક રિપોર્ટમાં ભવિષ્યવાણી કરી છે કે કોરોના કેસોમાં ઘટાડા પહેલા મધ્ય મે સુધી સક્રિય કેસોમાં લગભગ 10 લાખ દર્દીઓનો વધારો થશે. આઈઆઈટી વૈજ્ઞાનિકોએ એક ગણિતીય મૉડ્યુલ તૈયાર કર્યુ છે જેનાથી એ ગણતરી કરવામાં આવી છે કે 11થી 15 મે વચ્ચે કોરોના વાયરસના સક્રિય કેસો પોતાના પીક પર હશે.

કોરોના વાયરસ સામે લડવામાં અમેરિકા અને બ્રિટન કરશે ભારતની મદદ

વૈજ્ઞાનિકોએ એ પણ કહ્યુ કે દિલ્લી, હરિયાણા, રાજસ્થાન અને તેલંગાનામાં 25-30 એપ્રિલ સુધી સર્વાધિક નવા કેસ જોવા મળી શકે છે જ્યારે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ પહેલેથી જ નવા કેસોમાં પોતાના ચરમ પર પહોંચી ગયા છે. કમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જિનિયર વિભાગ, આઈઆઈટી, કાનપુરના પ્રોફેસર મનિંદ્ર અગ્રવાલે કહ્યુ, 'અમે જોયુ છે કે ભારતમાં 11-15 મે વચ્ચે ક્યારેય પણ કોરોનાના સક્રિય કેસ 33-35 લાખ સાથે પોતાના ચરમ પર પહોંચી શકે છે. જો કે રાહતના સમાચાર એ છે કે મે મધ્ય બાદથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળશે અને સક્રિય કેસોમાં મહિનાના અંત સુધી નાટકીય ઘટાડો પણ જોવા મળી શકે છે.'

MORE coronavirus NEWS