કોરોના વાયરસ સામે લડવામાં અમેરિકા અને બ્રિટન કરશે ભારતની મદદ, જાણો કોણે શું કહ્યુ?

|

વૉશિંગ્ટનઃ દેશમાં કોરોના વાયરસથી બગડેલી સ્થિતિ વચ્ચે અમેરિકા અને બ્રિટને કહ્યુ છે કે તે આ મહામારી સામે લડવામાં ભારતની મદદ કરશે. વ્હાઈટ હાઉસે શુક્રવારે(23 એપ્રિલ) કહ્યુ છે કે અમેરિકા આ કોરોના સંક્ટથી ભારતને ઉભરવામાં દરેક સંભવ મદદ કરશે. વ્હાઈટ હાઉસે કહ્યુ છે કે કોવિડ-19 સામે લડવા માટે ભારતની મદદ કરવાની રીતો વિશે અમે ગંભીરતાથી કામ કરી રહ્યા છે. વળી, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને કહ્યુ છે કે તે ભારતની બગડતી સ્થિતિને જોતા ઘણા ચિંતામાં છે. પીએમ બોરિસ જૉનસને કહ્યુ છે કે તેઓ જોઈ રહ્યા છે કે છેવટે આ મહામારીના સમયમાં ભારતની કેવી રીતે મદદ કરી શકાય છે. તેમણે એ પણ કહ્યુ છે કે કોરોના વાયરસ બહુ જ ખતરનાક થઈ રહ્યો છે.

ન્યૂઝ એજન્સી રાયટરના જણાવ્યા મુજબ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને કહ્યુ, 'હું જોઈ રહ્યો છુ કે અમે ભારતની મદદ કરવા માટે શું કરી શકીએ છીએ, જ્યાં કોરોના વાયરસ મહામારી એક ઘાતક અને નવા તબક્કામાં જઈ રહી છે. જેની અસર હેલ્થ સર્વિસ પર પણ પડી રહી છે.' વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ પોતાની દૈનિક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ છે કે અમેરિકા કોરોના કાળમાં ભારત પ્રત્યે ગાઢ સહાનુભૂતિ ધરાવે છે. અમેરિકા આ વૈશ્વિક મહામારી સામે લડવા માટે ભારતની કેવી રીતે મદદ કરવાની છે તેના માટેની રીતો ઓળખવાનુ કામ કરી રહ્યુ છે. જેના માટે અમે રાજકીય તેમજ વિશેષજ્ઞોના સ્તરે ભારતીય અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે.

ઑક્સિજન માટે વારંવાર ચેતવણી છતાં કેન્દ્ર સરકારે કરી બેદરકારી

અમેરિકી પ્રશાસને કહ્યુ, 'અમે સમજીએ છીએ કે ભારતમાં કોવિડ-19ની સ્થિતિ એક વૈશ્વિક ચિંતા બનેલી છે. અમે પોતાના ભારતીય મિત્રોને આ મહામારી સામે લડતા જોઈ રહ્યા છે, અમે એ પણ સ્વીકારીશુ કે આ માત્ર ભારતના લોકો પર જ નહિ પરંતુ આખા દક્ષિણ એશિયામાં અને દુનિયામાં બધા માટે જોખમ છે.' અમેરિકી વિદેશ વિભાગે કહ્યુ, 'અમે જરૂરી પુરવઠોના અવરજવર માટે ભારત સાથે મળીને કામ કરવાનુ ચાલુ રાખ્યુ છે અને તેના પુરવઠા શ્રૃંખલાની અડચણો પણ દૂર કરી છે પરંતુ અમે આને ઉચ્ચતમ સ્તરે લડવા માટે ભારતમાં પોતાના સહયોગીઓ સાથે કામ કરવાનુ ચાલુ રાખીશુ.'

MORE british NEWS