કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લગાવી લીધો હોય, તો જાણો રસીકરણ બાદ શું થઈ શકે અને શું નહિ

|

કોરોના વાયરસ મહામારીની બીજી લહેરનુ તાંડવ દેશભરમાં જોવા મળી રહ્યુ છે. કોવિડના રોજના ત્રણ લાખથી વધુ કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે રસીકરણ માટે મોટો નિર્ણય લીધો. કેન્દ્ર સરકારે આગલા મહિને એટલે કે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનોને વેક્સીનનો ડોઝ આપવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણય બાદ અમુક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વળી, અમુકના મનમાં વેક્સીનનો ડોઝ લેવા અંગે ઘણા સવાલ ઉઠી રહ્યા છે. જે લોકો કોરોનોનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે તેમના માટે પણ આ સમાચાર કામના છે.

વેક્સીનનો ડોઝ લીધા બાદ શું ન કરવુ

કોરોના વાયરસ વેક્સીનનો પહેલો ડોઝ લેવાનો અર્થ બિલકુલ એ નથી કે તમે કોરોના વાયરસથી સંપૂર્ણપણે સુરક્ષિત છો. વિશેષજ્ઞોની માનીએ તો રસીકરણ કર્યા બાદ પણ તમારે કોવિડ સામે પૂરી સાવચેતી રાખવી અને નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. વેક્સીનનો ડોઝ અમુક હદ સુધી કોરોનાથી સુરક્ષા આપે છે પરંતુ શરીર કોવિડ સામે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી હોતુ. અહીં સુધી કે વેક્સીનનો બીજા ડોઝની રાહ જોઈ રહેલા લોકોએ એમ વિચારવુ જોઈએ કે તેમણે રસી લગાવી જ નથી.

મહારાષ્ટ્રઃ કોવિડ હોસ્પિટલના ICUમાં લાગી આગ, 13 લોકોના મોત

વિશેષજ્ઞોએ એમ પણ કહ્યુ કે કોરોના વાયરસ વેક્સીનના પહેલા ડોઝની અસર તેને લેનાર વ્યક્તિની ઉંમર પર પણ નિર્ભર હોય છે. રસી બાદ વ્યક્તિની આંશિક સુરક્ષાની શું સ્થિતિ હશે તેના વિશે કંઈ કહી શકાય નહિ. વળી, અમેરિકામાં વેક્સીનનનો બીજો ડોઝ લઈ ચૂકેલો લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ સમાચાર જરૂર લોકો માટે રાહતભર્યા હે કે યુએસની સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને કહ્યુ છે કે બીજો ડોઝ લેનાર વ્યક્તિને માસ્ક વિના પણ મળી શકાય છે. આ ઉપરાંત તેમણે યાત્રા દરમિયાન ક્વૉરંટાઈન થવાની પણ જરૂર નહિ પડે પરંતુ ભીડવાળી જગ્યાએ પ્રોટોકૉલનુ પાલન કરવુ પડશે.

MORE coronavirus NEWS