કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા રેકૉર્ડ 3,32,730 નવા કેસ, 2263 લોકોના મોત

|

નવી દિલ્લીઃ દેશમાં કોરોનના વાયરસનો કહેર યથાવત છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,32,730 નવા કેસ સામે આવ્યા છે જે દૈનિક કેસોમાં સૌથી વધુ સંખ્યા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,62,63,695 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોના 2,263 લોકોએ દમ તોડ્યો છે. ત્યારબાદ મોતનો આંકડો 1,86,920 સુધી પહોંચી ગયો છે. ભારતમાં હવે સક્રિય કેસ 24,28,616 છે જ્યારે 1,36,48,159 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે. વળી, દેશમાં અત્યાર સુધી 13,54,78,420 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 31,47,782 લોકોનુ વેક્સીનેશન થયુ છે.

આરોગ્ય વિભાગની વ્યવસ્થા કથળી

તમને જણાવી દઈએ કે દેશમાં રોજના હવે 3 લાખની આસપાસ નવા કેસ સામે આવી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં દર્દીઓ પૉઝિટીવ આવવાથી આરોગ્ય વિભાગની વ્યવસ્થા કથળી ગઈ છે જ્યાં હોસ્પિટલોમાં બેડ સાથે દવાઓ અને ઑક્સિજન ખૂટી રહ્યા છે. વળી, બીજી તરફ RT-PCR અને એંટીજન ટેસ્ટની પણ માંગ ઝડપથી વધી રહી છે. વળી, રેમડેસિવિરની માંગમાં અચાનક વધારાથી કેન્દ્ર સરકારે રેમડેસિવિરના મેન્યુફેક્ચરીંગની ક્ષમતા વધારવાનો આદેશ ફાર્મા કંપનીઓને આપ્યો છે.

પીએમ મોદીએ બોલાવી કોરોના પર બેઠક

વધતા કોરોના સંકટને જોતા આજે પીએમ મોદી પોતાની બંગાળની રેલી રદ કરી દીધી છે. તેમણે કહ્યુ કે તે આજે એક હાઈ લેવલની મીટિંગમાં શામેલ થશે જેમાં તે દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ વિશે સમીક્ષા કરશે માટે તે બંગાળ નહિ જાય. વળી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કાલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે ભારત 13 કરોડ કોવિડ-19 વેક્સીનનો ડોઝ આપનાર સૌથી ઝડપી દેશ બની ગયો છે. માત્ર 95 દિવસમાં ભારતે આવુ કરી બતાવ્યુ છે જ્યારે આના માટે અમેરિકાને 101 અને ચીનને 109 દિવસ લાગ્યા છે.

કોવિડ હોસ્પિટલમાં આગથી 13ના મોત, PM મોદી આપશે 2 લાખનુ વળતર

કોરોનાની બીજી લહેર 100 દિવસ ચાલશે

ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. એક્સપર્ટની માનીએ તો આ લહેર આગલા 100 દિવસ સુધી ચાલવાની છે અને જ્યાં સુધી 70 વસ્તીનુ રસીકરણ નહિ થઈ જાય ત્યાં સુધી કોરોનાની લહેર લોકોને હેરાન કરશે. દક્ષિણ-પૂર્વ પોલિસ માટે એક્સપર્ટ તરફથી જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ જ્યારે દેશમાં 70 ટકા લોકો કોરોનાની રસી લગાવી લેશે ત્યારે હર્ડ ઈમ્યુનિટી થશે ત્યારબાદ જ આ લહેરો ઓછી થશે.

MORE coronavirus NEWS