નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,95,041 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,56,16,130 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોનાથી 2,023 લોકોએ દમ તોડ્યો છે ત્યારબાદ મોતનો કુલ આંકડો 1,82,553 સુધી પહોંચી ગયો છે. ભારતમાં હવે સક્રિય કેસો 21,57,538 છે જ્યારે 1,32,76,039 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે. વળી, દેશમાં અત્યાર સુધી 13,01,19,310 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે.
કોરોનાની સ્થિતિને જોતા પીએમ મોદીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે લોકોને અપીલ કરી છે કે તે કોરોના બાબતે સૌએ ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યુ કે દેશ ફરીથી લૉકડાઉન તરફ નહિ જાય પરંતુ ભારતમાં ફરીથી લૉકડાઉન ન લાગે તો તેના માટે જનતાએ સજાગ રહેવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યુ કે આજની સ્થિતિમાં આપણે દેશને લૉકડાઉનથી બચાવવાનો છે. હું રાજ્યોને પણ અનુરોધ કરુ છુ કે તેઓ લૉકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે જ ઉપયોગ કરે.
100 દિવસ સુધી ચાલશે કોરોનાની બીજી લહેર
ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. એક્સપર્ટની માનીએ તો આ લહેર આગલા 100 દિવસ સુધી ચાલવાની છે અને જ્યાં સુધી 70 વસ્તીનુ રસીકરણ નહિ થઈ જાય ત્યાં સુધી કોરોનાની લહેર લોકોને હેરાન કરશે. દક્ષિણ-પૂર્વ પોલિસ માટે એક્સપર્ટ તરફથી જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ જ્યારે દેશમાં 70 ટકા લોકો કોરોનાની રસી લગાવી લેશે ત્યારે હર્ડ ઈમ્યુનિટી થશે ત્યારબાદ જ આ લહેરો ઓછી થશે.
એક મેથી કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો
કોરોના વાયરસ રસીકરણ વિશે કેન્દ્ર સરકારે સોમવારે મોટુ એલાન કર્યુ છે. એક મેથી કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થશે જેમાં હવે 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો કોરોના વેક્સીન લગાવી શકશે. તમને જણાવી દઈએ કે વેક્સીનના પહેલા તબક્કામાં આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને રસી મૂકવામાં આવી હતી. ત્યારબાદ 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી મૂકવામાં આવી હતી. હાલમાં દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી મૂકવામાં આવી રહી છે જે રસીકરણનો બીજો તબક્કો છે.
રામનવમી પર રાહુલ અને પ્રિયંકા ગાંધીએ દેશવાસીઓને આપી શુભકામના