આંદોલન કરી રહેલા ખેડૂતોને પણ અમે કોરોના વેક્સીન આપશુંઃ મંત્રી વિજ

|

હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કહ્યું કે જે કોઈપણ વ્યક્તિ હરિયાણામાં છે તેમની ચિંતા કરવી મારું કર્તવ્ય છે. અનિલ વિજે કહ્યું કે, અમારે ત્યાં વિકરાળ સંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. જેમને લઈ અમારી સરકાર બહુ ચિંતિત છે. કાલે અમે ફેસલો લીધો કે અમે પ્રદર્શનકારીઓનો કોરોના ટેસ્ટ કરાવશું, સાથે જ તેમને વેક્સીન પણ આપશું.

અગાઉ અનિલ વિજે કહ્યું હતું કે રાજ્યમાં મળી રહેલા દર્દીઓમાંથી મોટાભાગની દિલ્હી નજીકના જિલ્લાઓમાં છે. તેમણે કહ્યું કે ગુરુગ્રામ, ફરીદાબાદ અને સોનીપત એવા જિલ્લા છે જ્યાંના લોકોને દિલ્હીથી અવર જવર કરવી પડે છે. દિલ્હીના કોરોના દર્દીઓ આ જિલ્લામાં ચાલ્યા આવે છે. દિલ્હીમાં વ્યવસ્થા ના થઈ શકતી હોવાથી આવું થઈ રહ્યું છે. મીડિયા સમક્ષ હરિયાણાના સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રી અનિલ વિજ બોલ્યા કે જ્યારે લોકો અમારી પાસે આવ્યા તો અમે તેમને પાછા તો ના ધકેલી શકીએને. તેમને અમે ઈલાજ આપવાની કોશિશ કરી રહ્યા છીએ.

હરિયાણાના ગૃહમંત્રીએ કેજરીવાલ સરકારને પણ નિશાના પર લીધી. અનિલ વિજે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દરરોજ મીડિયા પર એટલો ખર્ચ કરી આવીને બોલી રહ્યા છે. જો કોઈ ચીજની કમી હોય તો તમે વ્યવસ્થા કરો. તમે જાહેરાત પર આટલા પૈસા ખર્ચ કરી રહ્યા હોવ તો દવાઓ પર કરો. દેશમાં નથી મળતી તો બહારથી મંગાવો.

અરવિંદ કેજરીવાલની પત્ની કોરોના પોઝિટીવ, ખુદને કર્યા હોમ ક્વોરેન્ટાઇન

MORE anil vij NEWS