નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેરના કારણે દિલ્લીમાં સોમવારે એટલે કે 19 એપ્રિલની રાતે 10 વાગ્યાથી આવતા સોમવારે એટલે કે 26 એપ્રિલે સવારે પાંચ વાગ્યા સુધી 6 દિવસ માટે લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. મંગળવારે દિલ્લીમાં લૉકડાઉનનો પહેલો દિવસ છે. લૉકડાઉનના પહેલા જ દિવસે દિલ્લી મેટ્રો રેલ કૉર્પોરેશન(ડીએમઆરસી)એ સોશિયલ ડિસ્ટંસીંગના કારણે દિલ્લી મેટ્રોના ઘણા મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી બંધ કરી દીધી છે. જેમાં રાજીવ ચોક, નવી દિલ્લી, ચાંદની ચોક, એમજી રોડ, કાશ્મીરી ગેટ, બહાદૂરગઢ શહેર, બ્રિગેડિયર હોશિયાર સિંહ, શ્યામ પાર્ક, રાજ બાગ, મોહન નગર શામેલ છે. સર્વિસ અપડેટ આપીને ડીએમઆરસીએ કહ્યુ છે કે અમુક મેટ્રો સ્ટેશનને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યા છે જેથી અમે ભીડ નિયંત્રણ કરી શકીએ અને સોશિયલ ડિસ્ટંસીંગ સુનિશ્ચિત કરી શકીએ. જો કે એન્ટ્રી ગેટ બંધ કરવામાં આવેલ મેટ્રો સ્ટેશન પર એક્ઝીટ ગેટ ખુલ્લા રહેશે.
દિલ્લીમાં પ્રવાસી મજૂરોનુ પલાયન ચાલુ
જ્યારથી દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસના તેજીથી વધતા કેસો વચ્ચે સોમવારે લૉકડાઉનની ઘોષણા કરી છે ત્યારબાદથી દિલ્લીમાં પ્રવાસી મજૂરોનુ પલાયન ચાલુ છે. જેના દ્રશ્યો સોમવારે રતે જોવા મળ્યા. આનંદ વિહાર રેલવે સ્ટેશન પર સેંકડોની સંખ્યામાં પ્રવાસી મજૂરો દેખાયા. આ સ્થિતિ મંગળવાર સવારની દેખાઈ રહી છે. આનંદ વિહાર બસ ટર્મિનલ પર આજે સવારથી પ્રવાસી શ્રમિકોના ટોળા જોવા મળી રહ્યા છે. દિલ્લીમાં ગઈ રાતે આનંદ વિહાર રેલવે સ્ટેશન પર સેંકડોની સંખ્યામાં પ્રવાસી મજૂરો દેખાયા જે પોતાના ઘરે જવા માટે બસ અને ટ્રેન લેવા માટે રાહ જોઈ રહ્યા હતા.
દિલ્લી સીએમ કેજરીવાલે લૉકડાઉન વિશે શું-શું કહ્યુ?
દિલ્લીમાં અમુક દિવસથી રોજ આવતા કોરોનાના કેસોની સંખ્યા 25,500 આસપાસ આવી રહી છે. દિલ્લીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. માટે અમે લૉકડાઉનનો નિર્ણય કર્યો છે જે બિલકુલ સરળ નહોતો. અરવિંદ કેજરીવાલે પ્રવાસીઓને અપીલ કરી કે તેઓ દિલ્લી છોડીને ના જાય. તેમણે કહ્યુ કે પ્રવાસીઓનુ ધ્યાન રાખવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યુ છે કે લૉકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ ચાલતી રહેશે. લગ્ન સમારંભમાં માત્ર 50 લોકો શામેલ થશે. આ બધા માટે વિશેષ પાસ જારી કરવામાં આવશે.