કોરોનાનો કહેર યથાવત, દૈનિક કેસ 3 લાખની નજીક પહોંચ્યા, મોતનો કુલ આંકડો 1,78,769

|

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ હાલમાં કોરોનાની ચપેટમાં છે. વળી, સોમવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,73,810 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,50,61,919 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોના 1619 લોકોએ દમ તોડી દીધો છે ત્યારબાદ મોતનો કુલ આંકડો 1,78,769 સુધી પહોંચી ગયો છે. ભારતમાં સક્રિય કેસ અત્યારે 19,29,329 છે અને 1,29,53,821 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે. વળી, દેશમાં અત્યાર સુધી 12,26,22,590 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે.

100 દિવસ સુધી ચાલશે કોરોનાની બીજી લહેર

ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. એક્સપર્ટની માનીએ તો આ લહેર આવતા 100 દિવસ સુધી ચાલવાની છે અને જ્યાં સુધી 70 ટકા વસ્તીનુ વેક્સીનેશન નહિ થઈ જાય ત્યાં સુધી કોરોનાની લહેર લોકોને પરેશાન કરતી રહેશે. દક્ષિણ-પૂર્વ પોલિસ માટે એક્સપર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ જ્યારે દેશના 70 ટકા લોકો કોરોનાની રસી લગાવી લેશે ત્યારે લોકોમાં હર્ડ ઈમ્યુનિટી થશે ત્યારબાદ જ આ લહેર ઓછી થશે.

વેક્સીન વિશે જૈવ-પ્રૌદ્યોગિકી વિભાગનુ મોટુ નિવેદન

ઘણા રાજ્યોએ કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે કે તેમની પાસે વેક્સીનની અછત છે અને સરકાર તેમના પર ધ્યાન નથી આપી રહી. વળી, જૈવ-પ્રૌદ્યોગિકી વિભાગે મીડિયાને માહિતી આપી છે કે કોવેક્સલીનના ઉત્પાદનમાં ગતિ લાવવામાં આવી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં અમે દર મહિને 100 મિલિયન એટલે કે 10 કરોડ ડોઝ તૈયાર કરવા લાગીશુ અને અમે મે-જૂન સુધી પ્રોડક્શન ડબલ કરી લઈશુ.

ઑક્સિજન સિલિન્ડરની કમી

કોરોના મહામારી દરમિયાન ચિકિત્સાના ઉપયોગ માટે ઑક્સિજનની વધતી માંગને જોતા સરકારે ઔદ્યોગિક ઉપયોગ માટે ઑક્સિજનનો પુરવઠા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે કોરોનાના કેસોમાં થઈ રહેલ વધારાને કારણે રાજ્ય ઑક્સિજનની કમીનો સામનો કરી રહ્યા છે.

ઈઝરાયલે કોરોના વાયરસ સામે જીતી જંગ! માસ્ક પહેરવામાંથી મુક્તિ

MORE coronavirus NEWS