નવી દિલ્લીઃ કોરોના મહામારી દરમિયાન ચિકિત્સા ઉપયોગ માટે ઑક્સિજનની વધતી માંગને જોતા સરકારે ઔદ્યોગિક ઉપયોગ માટે ઑક્સિજનના પુરવઠા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે કોરોના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે જેના કારણે ઘણા રાજ્યો ઑક્સિજનની કમીનો સામનો કરી રહ્યા છે. આ કમીને પૂરી કરવા માટે સરકારે ઉદ્યોગો માટે ઑક્સિજન સપ્લાય પર રોક લગાવી દીધી છે. માત્ર 9 ઉદ્યોગોને આ પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય 22 એપ્રિલથી પ્રભાવી થશે.
રવિવારે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા રાજ્યોના મુખ્ય સચિવોને આ બાબતે પત્ર લખ્યો અને 9 ઉદ્યોગોને છોડીને બધા ઉદ્યોગોને ઑક્સિજનનો પુરવઠો બંધ કરવા માટે કહ્યુ. અજય ભલ્લાએ કહ્યુ, 'મહારાષ્ટ્ર, દિલ્લી, મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ એવા રાજ્યો છે જ્યાં કોરોના કેસોમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે જેના કારણે અહીં ઑક્સિજનની માંગ પણ વધી ગઈ છે અને કેન્દ્ર દ્વારા રચવામાં આવેલ સશક્ત સમૂહ-IIએ ઑક્સિજનની વધતી માંગને પૂરી કરવા અને તેના ઔદ્યોગિક ઉપયોગ પર નજર રાખવા માટે સમીક્ષા કરી છે.'
પત્રમાં અજય ભલ્લાએ લખ્યુ, 'આ સમૂહે ઑક્સિજન નિર્માતાઓને ઔદ્યોગિક હેતુ માટે પ્રતિબંધિત કરવા(9 ઉદ્યોગોને છોડીને)ની ભલામણ કરી છે અને નિર્માતા 22 એપ્રિલથી આગલા આદેશ સુધી આ નિર્દેશનુ પાલન કરશે.' પત્રમાં ભલ્લાએ લખ્યુ, 'આના માટે જવાબદાર અધિકારી પોત-પોતાના રાજ્યોમાં આ અંગે નિર્દેશ જાહેર કરે અને ઑક્સિજનના ઔદ્યોગિક ઉપયોગ પર પ્રતિબંધ લગાવે. માત્ર 9 ઉદ્યોગોને આમાંથી બહાર રાખવામાં આવશે. આનાથી દર્દીઓના જીવ બચાવવામાં મદદ મળશે.'
આ 9 ઉદ્યોગોને મળી પ્રતિબંધમાંથી છૂટ
- ઈંજેક્શનની શીશી બનાવનાર
- દવાઓ
- પેટ્રોલિયન રિફાઈનરી
- પરમાણુ ઉર્જા સુવિધાઓ
- ઑક્સિજન સિલિન્ડર નિર્માતા
- ગંદા પાણીના નિકાલના યંત્રો
- ભોજન અને જળ શુદ્ધિકરણ
- પ્રક્રિયા ઉદ્યોગ
મધ્ય પ્રદેશમાં લગાવવામાં આવી રહ્યા છે 5 ઑક્સિજન પ્લાન્ટ
ઑક્સિજનની નિર્બાધ સપ્લાય માટે કેન્દ્ર સરકારના સહયોગથી મધ્ય પ્રદેશમાં 5 ઑક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે.