દેશમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવી રાખ્યો છે. દેશમાં સતત એક અઠવાડિયાથી દરરોજ 2 લાખથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ અત્યારના હાલાતને લઈ મહત્વની વાત કહી છે. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોના મેનેજમેન્ટ માટે 2 વસ્તુ મહત્વપૂર્ણ છે- દવા અને દવા આપવાનું ટાઈમિંગ. જો તમે આ દવા જલદી અથવા મોડી આપો છો તો તેનાથી નુકસાન થશે.
વધુમાં તેમણે કહ્યું કે, વેક્સીનનો ડોઝ વધુ માત્રામાં આપવાથી દર્દી મરી શકે છે. રિકવરી ટ્રાયલથી માલૂમ પડ્યું કે કોરોના દર્દીને સ્ટીરૉયડ્સ આપવાથી ફાયદો થાય છે. ઑક્સીજન ઘટતાં પહેલાં આ મેડિસિન આપવા પર તેનું નુકસાન થાય છે. સ્ટીયરૉયડ્સ લેતા કોરોના દર્દીનો મૃત્યુદર વધુ છે.
કોરોનાના ઈલાજમાં અમુક હદે જ કારગર મનાતી રેમડેસિવિરને લઈ એમ્સના ડાયરેક્ટરે કહ્યું કે, 'રેમડેસિવિર કોઈ જાદુઈ ગોળી નથી અને એવી દવા પણ નથી જેનાથી કોરોનાથી મરતા દર્દીઓમાં ઘટાડો આવશે તે સમજવું બહુ જરૂરી છે. અમારી પાસે એન્ટી વાયરલ દવાઓ ના હોવાથી રામડેસિવિરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. કોરોનાના લક્ષણો ના દેખાતા હોય અથવા હળવા લક્ષણોવાળા દર્દીઓને આ દવા જલદી આપવાથી કોઈ ફાયદો થતો નથી. આવી રીતે જો રેમડેસિવિર મેડિસિન મોડી આપવામાં આવે તો પણ તેનો કોઈ મતલબ નથી રહેતો.'
પ્લાઝ્મા થેરેપી સાથે જોડાયેલા સવાલો પર ડૉ રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, 'અધ્યયન જણાવે છે કે કોરોનાના ઈલાજમાં પ્લાઝ્મા થેરેપીની ભૂમિકા એક હદ સુધી જ છે. કોરોનાના બે ટકાથી પણ ઓછા દર્દીઓમાં tocilizumabની જરૂરત હોય છે, જેનો હાલ ઘણી માત્રામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હળવા અને લક્ષણ વિનાના મોટાભાગના કોરોના દર્દીઓની હાલાતમાં સામાન્ય ઈલાજથી ઘણો સુધારો થઈ રહ્યો છે.'