85 લાખ લોકોને રસી અપાઈઃ પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 22 કરોડ લોકોમાં માત્ર 85 લાખ લોકોનું જ વેક્સીનેશન થયું છે. ભરતી થતા પહેલાં ડીએમથી સ્લિપ લેવાની જરૂરત પડી રહી છે. ભારત દુનિયાનો સૌથી મોટો વેક્સીન ઉત્પાદક છે પરંતુ ભારતમાં જ કોરોના વેક્સીનની કમી થઈ રહી છે. કેમ કે પીઆર માટે વેક્સીન અલગ અલગ દેશોમાં મોકલવામાં આવી રહી છે. આનું સરખું આયોજન કરવું જોઈતું હતું, કર્યું ના હોય તો હજી પણ સમય છે.
નાના વેપારીઓ માટે રાજ્ય સરકારની અપીલ
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે સૌથી વધુ ગરીબ છે, તેમને આર્થિક મદદ મળવી જોઈએ. જે નાના વેપારીઓ છે, દુકાનદાર છે, જેમના ધંધા ફરીથી બંધ થવા જઈ રહ્યા છે, તેમને ખાસ કરીને પેકેજ મળવું જોઈએ. હું ઉત્તર પ્રદેશ સરકારને આગ્રહ કરવા માંગું છું કે તમારું પ્રશાસન આક્રમકને બદલે સંવેદનશીલ બની જશે. કોંગ્રેસના ઉત્તર પ્રદેશની સાથે રાજનૈતિક મતભેદ થઈ શકે છે અને હંમેશા રહેશે. પરંતુ આ સમય એકસાથે ઉભા રહેવાનો છે.
સાવધાન રહો અને નિયમોનું પાલન કરો
પ્રિયંકા ગાંધીએ જનતાને પણ અપીલ કરતા કહ્યું કે તમારા બધાની જવાબદારી બને છે કે તમે માસ્ક પહેરો, બની શકે તો બે માસ્ક પહેરો, ઘરેથી ઓછા નીકળો, બધા નિયમોનું પાલન કરી તમારી જવાબદારીઓનું પાલન કરો.