યુપી અને વારાણસીમાં કોરોનાની સ્થિતિનો રિપોર્ટ લેવા આજે પીએમ મોદીની બેઠક

|

આખું ભારત આજે કોરોનાના કહેરથી પીડાઈ રહ્યું છે. દરરોજ કોરોનાના મામલામાં વધારો થી રહ્યો છે. જેણે તમામ રાજ્ય સરકારો સાથોસાથ કેન્દ્ર સરકારની પણ ચિંતા વધારી દીધી છે. જેને ધ્યાનમાં રાખી પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે ઉત્તર પ્રદેશ અને પોતાની સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને લઈ બેઠક કરશે. મીટિંગમાં કેટલાય વરિષ્ઠ અધિકારીઓ સાથોસાથ સ્થાનિક પ્રશાસનના અધિકારી અને વારાણસીમાં કોરોના મહામારી સામે લડવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહેલા ડૉક્ટર પણ સામેલ થશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભારતમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 2,61,500 નવા મામલા સામે આવ્યા, જ્યારે આ દરમ્યાન 1501 લોકોનાં આ વાયરસના કારણે મોત થયાં છે. જ્યારે 1,38,423 લોકો આ દરમ્યાન સંક્રમણથી સાજા થયા. નવા મામલા સાથે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત મામલાની કુલ સંખ્યા 1,47,88,109 થઈ ગઈ છે. વર્તમાનમાં ભારતમાં કોરોનાના સક્રિય મામલા 18 લાખ 1 હજાર 316 છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 1 કરોડ 28 લાખ 9 હજાર 643 લોકો આ સંક્રમણથી રિકવર થઈ ચૂક્યા છે અને 1 લાખ 77 હજાર 150 લોકોનાં આ વાયરસથી મોત થયાં છે.

MORE narendra modi NEWS