નવી દિલ્લીઃ ICSE બોર્ડે 10માં અને 12માં બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. કાઉન્સેલિંગ ફૉર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન(સીઆઈએસસીઈ)એ શુક્રવારે આ અંગે માહિતી આપી છે. સીઆઈએસસીઈ તરફથી કહેવામાં આવ્યુ છે કે આઈસીએસઈની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને કોરના મહામારીના ફેલાવને જોતા ટાળી દેવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખો વિશે જૂનના પહેલા સપ્તાહમાં બેઠક થશે. આ બેઠકમાં જ પરીક્ષા વિશે આગળનો નિર્ણય લેવામાં આવશે.
કોરોના વાયરસ મહામારીને જોતા દેશના મોટાભાગના શિક્ષણ બોર્ડ પરીક્ષાઓ રદ કરી ચૂક્યા છે અથવા ટાળી ચૂક્યા છે. હરિયાણા, ઓરિસ્સા, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતની સરકારોએ દસમાં અને 12ની પરીક્ષાઓ ટાળી દીધી છે. ઘણા રાજ્યોએ પરીક્ષાઓ રદ કરીને છાત્રોને આગલા ધોરણમાં પ્રમોટ કરવાનુ એલાન કર્યુ છે.
તમને જણાવી દઈએ કે બુધવારે શિક્ષણ મંત્રાલયે સીબીએસઈ 10માં ધોરણની બોર્ડ પરીક્ષા રદ કરવા અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાઓ હાલ માટે ટાળી દેવાનુ એલાન કર્યુ હતુ. સીબીએસઈ 10માંના પરિણામો બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ માપદંડના આધારે તૈયાર કરાશે. 12માં ધોરણની પરીક્ષાઓ પછી થશે, બોર્ડ 1 જૂને સ્થિતિની સમીક્ષા કરશે અને નવી તારીખોની માહિતી આપશે.