બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ છે. જે બાદ શુક્રવારે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા બે દિવસથી બીએસ યેદિયુરપ્પાને તાવની ફરિયાદ છે. સતત તાવ રહ્યા બાદ તેમને આજે બેંગલુરુની રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે તાવ આવ્યા બાદ બે દિવસ પહેલા બીએસ યેદિયુરપ્પાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. જો કે તેમનો તાવ ચાલુ રહ્યો અને આજે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. એક વાર ફરીથી તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.
ગયા વર્ષે પણ કોરોના સંક્રમિત થઈ ગયા હતા યેદિયુરપ્પા
78 વર્ષના બીએસ યેદિયુરપ્પા ગયા વર્ષે કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ઓગસ્ટમાં કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા બાદ યેદિયુરપ્પાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. યેદિયુરપ્પા સાથે-સાથે તેમની દીકરી પણ કોરોનાથી સંક્રમિત જોવા મળી હતી. તેમને પણ પિતાની સાથે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. યેદિયુરપ્પા અને તેમની દીકરી સંક્રમણથી રિકવર થયા બાદ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી.