મુશ્કેલીમાં ઘેરાયા મમતા બેનર્જી, કેન્દ્રીય સુરક્ષાબળો સામે ભડકાઉ ભાષણ બાબતે FIR નોંધાઈ

|

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા સીટો માટે ચાર તબક્કાનુ મતદાન થઈ ચૂક્યુ છે અને પાંચમાં તબક્કાના મતદાન માટે શનિવારે મત આપવામાં આવશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી મુશ્કેલીઓમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં કેન્દ્રીય સુરક્ષાબળો સામે ભડકાઉ ભાષણ આપવા મામલે મમતા બેનર્જી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. મમતા બેનર્જી પર આરોપ છે કે તેમણે એક રેલી દરમિયાન લોકોને કેન્દ્રીય સુરક્ષાબળોના ઘેરાવની માંગ કરી જેના કારણે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ફાયરિંગની ઘટના બની અને 4 લોકોના જીવ ગયા.

કૂચ બિહારમાં ભાજપ લઘુમતી સેલના જિલ્લા અધ્યક્ષ સિદ્દીકી અલી મિયાંએ માથાભાંગા પોલિસ સ્ટેશનમાં મમતા બેનર્જી સામે આ એફઆઈઆર નોંધાવી છે. પોલિસને આપેલી પોતાની ફરિયાદમાં સિદ્દીકી અલીએ આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જીના ભડકાઉ ભાષણે લોકોને ચોથા તબક્કાના મતદાન દરમિયાન સીઆઈએસએફ જવાનો પર હુમલો કરવા માટે ઉકસાવ્યા. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે ગ્રામીણોએ કેન્દ્રીય સુરક્ષાબળોના હથિયારો છીનવાની પણ કોશિશ કરી. સિદ્દીકી અલીએ પોતાની ફરિયાદમાં મમતા બેનર્જીના કથિત ભડકાઉ ભાષણની વીડિયો ક્લિપ પણ પોલિસને સોંપી છે.

'પોલિસે મમતા પર કાર્યવાહી ન કરી તો અભિયાન ચલાવીશ'

સિદ્દીકી અલીએ જણાવ્યુ, 'એફઆઈઆર નોંધાયા બાદ જો પોલિસ આગલા અમુક દિવસોમાં મમતા બેનર્જી સામે કાર્યવાહી નહિ કરે તો હું મુખ્યમંત્રીની ધરપકડની માંગ માટે એક મોટુ અભિયાન ચલાવીશ. કૂચ બિહારમાં ચાર લોકોના મોતની જવાબદારી એકલા મમતા બેનર્જીની છે. આખા જિલ્લાના મતદારો પ્રત્યે તેમની જવાબદેહી છે.' તમને જણાવી દઈએ કે ચોથા તબક્કાના મતદાન દરમિયાન કૂચ બિહરાના સીતલકૂચી વિસ્તારમાં પોલિંગ બુથ પર ફાયરિંગની ઘટના બની હતી અને આ ફાયરિંગની ઘટના બની હતી અને આ ફાયરિંગમાં ચાર લોકોના જીવ જતા રહ્યા હતા. ઘટના બાદ તરત જ ચૂંટણી પંચે આ પોલિંગ બુથ પર મતદાન સ્થગિત કરી દીધુ હતુ.

હાવી થઈ રહ્યો છે કોરોના, 24 કલાકમાં 217353 નવા કેસ, 1185 મોત

MORE West Bengal Assembly Election 2021 NEWS