કોરોનાના મુશ્કેલ સમયમાં દેશવાસીઓ માટે રાહતના સમાચાર, આ વર્ષે પડશે 98% વરસાદ

|

નવી દિલ્લીઃ કોરોના મહામારીની બીજી લહેરે દેશવાસીઓ પર કહેર વર્તાવ્યો છે જેની દરેક વ્યક્તિના જીવન પર અને અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. કોરોના કાળના આવા મુશ્કેલ સમયમાં હવામાન ખાતુ દેશવાસીઓ માટે સારા સમાચાર લાવ્યુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસુ સારુ રહેશે અને સરેરાશ લગભગ 98% વરસાદ થશે. IMDના જણાવ્યા મુજબ આ વર્ષે સમગ્ર દેશમાં સારો વરસાદ થશે.

આ વર્ષે 98% વરસાદ પડશે

આઈએમડીના જણાવ્યા મુજબ આ વર્ષે સમગ્ર દેશમાં 75 ટકા સુધી વરસાદ લાવનાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આ વર્ષે સામાન્ય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદનો LPA(Long Period Average) લગભગ 98% સુધી રહી શકે છે. આ અંગેની માહિતી Ministry of Earth Scienceના સચિવ એમ રાજીવને આપી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સારો વરસાદ આપણા એગ્રીકલ્ચર પ્રોડક્શનને વધારવામાં મદદ કરશે. આઈએમડીએ વધુ માહિતી આપતા જણાવ્યુ કે આ વર્ષે પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત ઓરિસ્સા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસામમાં વરસાદ સામાન્ય રહેવાની સંભાવના છે.

મોટાભાગના હિસ્સાઓમાં સામાન્ય વરસાદની સંભાવના

ઉલ્લેખનીય છે કે સ્કાઈમેટ તરફથી પણ કહેવામાં આવ્યુ હતુ કે આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 103% વરસાદનુ અનુમાન છે. દેશના મોટાભાગના હિસ્સાઓમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જુલાઈ, ઓગસ્ટમાં વધુ વરસાદ થશે. સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદની આશા છે. સ્કાઈમેટના પૂર્વાનુમાન મુજબ સામાન્ય વરસાદની સંભાવના જૂનમાં 70%, જુલાઈમાં 75%, ઓગસ્ટમાં 99% અને સપ્ટેમ્બરમાં 116% છે.

આવનારા બે દિવસમાં ખૂબ ગરમી પડી શકે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં 3 દિવસ ખૂબ જ ગરમી પડવાના અણસાર છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે. વળી, મધ્ય પ્રદેશમાં પણ ગરમીની સિઝનમાં છેલ્લા 24 કલાકથી ઝડપી પવનો સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં પણ આવનારા બે દિવસમાં ખૂબ ગરમી પડી શકે છે.

વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી થયા કોરોના સંક્રમિત

MORE india NEWS