ઉત્તરાખંડના દેહરાદૂનથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હરિદ્વાર મહાકુંભમાં સામેલ થયેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલનું કૈલાશ હોસ્પિટલમાં નિધન થયું છે. આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જણાવી દઈએ કે હરિદ્વારમાં કુંભ મેળો કોરોનાનું નવું હૉટસ્પૉટ બનતું જઈ રહ્યું છે. અહીં પાછલા 4 દિવસમાં કોરોનાના 1701 નવા કેસ મળ્યા છે. હરિદ્વારના મુખ્ય ચિકિત્સા અધિકારી શંભુ કુમાર ઝાએ ગુરુવારે જણાવ્યું કે આ સંખ્યા પાંચ દિવસમાં વિવિધ અખાડાના સાધુ-સંતો અને અનુયાયિઓના કરાયેલા આરટી પીસીઆર અને રેપિડ એંટીજન ટેસ્ટના છે. જેમાં હરિદ્વારથી લઈ દેવપ્રયાગ સુધીનો આખું મેળા ક્ષેત્ર સામેલ છે.
શંભુ કુમારે કહ્યું કે આરટી-પીસીઆર તપાસ રિપોર્ટનો ઈંતેજાર કરવામાં આવી રહ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે કુંભ મેળા ક્ષેત્રમાં સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 2000 સુધી વધી શકે છે. કુંભ મેળા ક્ષેત્ર 670 હેક્ટરમાં ફેલાયેલ છે, જેમાં ઋષિકેશ સહિત હરિદ્વાર, ટિહરી અને દેહરાદૂન જિલ્લા સામેલ છે.
જણાવી દઈએ કે કોરોનાના વધતા મામલા વચ્ચે ઉત્તરાખંડ સરકારે હરિદ્વાર કુંભ મેળાની અવધિ ઘટાડવાનો ઈનકાર કરી દીધો છે. સરકાર તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે અવધિ ઘટાડવા પર હજી કોઈ વિચાર કરાયો નથી, અને રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકારને આવો કોઈ પ્રસ્તાવ મોકલ્યો નથી, કુંભ મેળો પોતાની સમય સીમા પર એટલે કે 30 એપ્રિલે જ સમાપ્ત થશે.
કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક, માત્ર 10 દિવસમાં ડબલ થયા દૈનિક કેસ