ગ્રેટર નોઈડાના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહ્યો હતો દેહ વ્યાપાર, 4 છોકરીઓ સહિત 10ની ધરપકડ

By Staff
|

ગ્રેટર નોઈડામાં ફરી એકવાર પોલીસે મોટાં સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. જનપદ ગૌતમબુદ્ધ નગર અને ગ્રેટર નોઈડાની બે જગ્યાએ પોલીસે દરોડા મારી 10 લોકોની ધરપકડ કરી, જેમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. ગ્રેટર નોઈડાના બે ગેસ્ટ હાઉસમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હોવાની પોલીસને ગુપ્ત સૂચના મળી હતી. બાદમાં પોલીસે એક ટીમ બનાવી દરોડા પાડ્યા. પોલીસે ગેસ્ટ હાઉસના મેનેજર અને ચાર મહિલા સહિત 10 લોકોની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે કાસના પોલીસ ટીમે સૂચનાના આધારે બુધવારે સવારે ઈકોટેક વન પોલીસ સાથે મળી બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી કાર્યવાહી કરતાં સેક્સ રેકેટનો ખુલાસો કર્યો.

ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું સેક્સ રેકેટ

આ મામલે વધુ જાણકારી આપતાં એડીશનલ ડીસીપી વિશાલ પાંડેએ જણાવ્યું કે દરોડા દરમ્યાન પ્રશાંત ગેસ્ટ હાઉસ અને પ્રધાન ગેસ્ટ હાઉસમાં ખુલ્લેઆમ દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો. પોલીસે ઝાળ ફેલાવી દરોડો પાડ્યો અને આરોપીઓને પકડી લીધા. આ મામલે પોલીસે 4 મહિલાઓ અને 6 યુવકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે પ્રશાંત ગેસ્ટ હાઉસના મેનેજરની પણ ધરપકડ કરી છે.

પોલીસે રંગેહાથે પકડ્યા

દરોડા દરમ્યાન પોલીસને ગેસ્ટ હાઉસમાંથી ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત પોલીસને ગેસ્ટ હાઉસના રૂમમાંથી 15620 રૂપિયા પણ મળ્યા. પકડાયેલા તમામ શખ્સોને કાસના પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય રાજ્યોમાં ફેલાયેલાં છે ઝાળ

પોલીસનું કહેવું છે કે આ રેકેટના ઝાળ દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલાં છે, આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને જલદી જ આ ગેંગ સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પોલીસ પહોંચી જશે. હાલમાં જ નોઈડા અને ગ્રેટર નોઈડાની કેટલીય જગ્યાએથી પોલીસે સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો હતો.

અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધમાલ, આ રિપોર્ટ વાંચીને ખુશ થઈ જશે ફેન્સ!

MORE sex racket NEWS