Weather Updates: ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવનું અલર્ટ, અહીં થશે વરસાદ

|

દેશના કેટલાય રાજ્યોમાં એપ્રિલમાં આગ વરસી રહી છે, લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે, લોકોને સમજમાં નથી આવી રહ્યું કે જો એપ્રિલમાં ગરમીનો આલમ આવી હશે તો આગમી મે-જૂનમાં મોસમનો હાલ કેવો હશે, હાલ આ અઠવાડિયેતો ગરમીથી લોકોને રાહત મળનારી નથી પરંતુ આગલા અઠવાડિયે લોકોને ગરમીથી થોડી રાહત જરૂર થશે. ભારતીય હવામાન વિભાગે પોતાની તાજા અપડેટમાં કહ્યું કે એપ્રિલના ત્રીજા મહિનામાં ફરી એકવાર મોસમમાં તબ્દીલી થશે અને વરસાદ થવાના અણસાર છે પરંતુ તે પહેલાં યુપી, બિહાર, રાજસ્થાન અને ગુજરાતમાં લોકોએ લૂનો સામનો કરવો પડશે.

નોર્થ-ઈસ્ટમાં હળવાથી મધ્યમ વરસાદ

હવામાન વિભાગ મુજબ દિલ્હી-એનસીઆર સહિત દેસના કેટલાય રાજ્યોમાં આ અઠવાડિયે ગરમી ચરમ પર રહેશે અને પારો 39-40ની આસપાસ રહેશે, જ્યારે આગલા અઠવાડિયે વરસાદ વરસી શકે છે. જો કે હવામાન વિભાગે પૂર્વોત્તરના રાજ્યોમાં આજે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. નોર્થ ઈસ્ટમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

14થી 17 એપ્રિલ વચ્ચે રહેશે વિક્ષોભની અસર

હવામાન વિભાગે આસામ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, લક્ષદ્વીપ, સિક્કિમ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વરસાદ માટે અલર્ટ જાહેર કર્યું છે. આ દરમ્યાન હવાની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે. વિક્ષોભની અસર 14થી 17 એપ્રિલ વચ્ચે રહેશે.

હીટવેવ કોને કહેવાય

જણાવી દઈએ કે સામાન્ય રીતે ભારતમાં માર્ચ અને જૂન વચ્ચે હીટવેવ આવે છે. જ્યારે કોઈ સ્થાન માટે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય ચે અને બે દિવસનું તાપમાન સામાન્ય મહત્તમ તાપમાનથી 4થી 5 ડિગ્રીને પાર કરી જાય છે ત્યારે હવામાન વિભાગ તેને હીટવેવ ઘોષિત કરી દે છે. જ્યારે મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જાય અથવા સામાન્યથી 6 ડિગ્રીથી વધુ થઈ જાય તો તેને ગંભીર હીટવેવ કહે છે.

શું હોય છે લૂ?

નોર્થ ઈસ્ટ અને વેસ્ટ ઈસ્ટ દિશામાં ચાલતી ગરમ અને શુષ્ક હવાઓને લૂ કહેવાય છે. જો તમે સાવધાન નથી રહેતા તો તેના કારણે માણસ ગંભીર બીમારીનો શિકાર થઈ જાય છે. જેનાથી બચવા માટે આ ઉપાય અજમાવવા...

  • કારણ વગર ઘરની બહાર નીકળશો નહિ.
  • ખુલ્લા શરીરે ઘરથી બહાર નીકળશો નહિ
  • માથાંને ચુંદડી અથવા ટોપીથી ઢાંકો
  • આંખો પર સનગ્લાસિસ લગાવો
  • હળવા અને સૂતરના કપડાં પહેરો
  • પાણીનું ખુબ સેવન કરો
  • બહારની ચીજો ખાવાનું ટાળો
  • એસીમાં બેસી રહ્યા બાદ તરત ધૂપમાં ના નીકળો.

દર્દીની અંદર કોરોના પરંતુ RT-PCR ટેસ્ટ નેગેટીવ, વાંચો નવા વેરિઅંટ પર ચોંકાવનારો રિપોર્ટ

More HEAT WAVE News