Chaitra Navratri 2021: પીએમ મોદીએ દેશવાસીઓને આપી નવરાત્રિની શુભકામનાઓ

|

નવી દિલ્લીઃ આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજાથી શરૂ થનાર આ તહેવાર આગલા 9 દિવસ સુધી ચાલશે. પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે ટ્વિટ કરીને કહ્યુ કે, 'દેશવાસીઓને નવરાત્રિની અઢળક શુભકામનાઓ! જય માતાદી!' પીએમ મોદીએ એક અન્ય ટ્વિટ કરીને લખ્યુ, 'બધા દેશવાસીઓને નવ સંવત્સરની મંગળકામનાઓ. આ પવિત્ર અવસર પર દરેકના જીવનમાં હર્ષોલ્લાસ લઈને આવે.'

તમને જણાવી દઈએ કે નવરાત્રિના પહેલો દિવસ મા શૈલપુત્રીના નામે છે, તેમને પ્રથમ દુર્ગા કહેવામાં આવે છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે ઉત્પન્ન થવાના કારણે તેમનુ નામ શૈલપુત્રી પડ્યુ. માનુ આ રુપ ખૂબ જ સરસ, સૌમ્ય અને મોહક છે. માની પૂજા જે પણ સાચા મનથી કરે છે તે ક્યારેય પણ નિરાશ અને મુશ્કેલીમાં નથી હોતા.

માના બધા મંદિરોમાં સવારથી જ પૂજા અર્ચના શરૂ થઈ ગઈ છે.

રાજધાનીમાં બનેલા માના પ્રાચીન મંદિર કાલીજી મંદિર અને કાલીબાડી મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જમા થઈ ગઈ. માના જયકારા લગાવીને ભક્તો માના દર્શન કરવા માટે ઉત્સુક છે. જો કે કોરોનાના કારણે ચારે તરફ પ્રતિબંધ છે તેમછતાં માની ભક્તિના રંગમાં બધા ભક્તો, માનો જયકારો લગાવીને મંદિરો સામે જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નવરાત્રિના પહેલા દિવસે ભક્તો ઘરમાં કળશની સ્થાપના કરે છે જેની આગલા 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે.

હરિદ્વાર મહાકુંભમાં બગડી શકે છે સ્થિતિ, 102 કોરોના સંક્રમિત

More NAVRATRI News