કોરોનાના નવા વેરીઅંટે વધારી ચિંતા
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ દિલ્લીની હોસ્પિટલોના ડૉક્ટરોનુ કહેવુ છે કે તેમની સામે એવા ઘણા કેસ સામે આવ્યા છે જ્યાં દર્દીની અંદર કોરોના વાયરસ સંક્રમણના બધા લક્ષણ દેખાઈ રહ્યા છે પરંતુ દર્દીનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા પર રિપોર્ટ નેગેટીવ આવી રહ્યો છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ કોરોના વાયરસનુ આ રૂપ તેમના માટે એક મોટી ચિંતા બની રહી છે.
દર્દીમાં દેખાઈ રહ્યા છે આ પ્રકારના લક્ષણ
આકાશ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આશીષ ચૌધરીએ આ વિશે વધુ માહિતી આપીને જણાવ્યુ કે, 'છેલ્લા અમુક દિવસોમાં અમારી સામે આ પ્રકારના ઘણા દર્દી આવ્યા છે. આ દર્દીઓમાં ખાંસી, તાવ અને શ્વાસ લેવાાં મુશ્કેલી જેવા લક્ષણ તો હતા જ, સાથે ફેફસાનુ સીટી સ્કેન કરવા પર હળવા કલર કે ગ્રે કલરનો એક પેચ પણ દેખાયો. મેડિકલ ટર્મમાં આને પેચી ગ્રાઉન્ડ ગ્લાસ ઑપેસિટી કહેવાય છે. આ બધા લક્ષણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના છે.'
આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટીવ, બીએએલ ટેસ્ટ પૉઝિટીવ
ડૉ. આશીષ ચૌધરીએ આગળ જણાવ્યુ, 'આવી સ્થિતિમાં અમુક દર્દીઓને બીએએલ પ્રક્રિયા દ્વારા ડાયાગ્નોઝ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં મોઢા કે નાક દ્વારા ફેફસા સુધી નક્કી માત્રામાં એક લિક્વિડ પહોંચાડવામાં આવે છે અને તે બાદ સેમ્પલ લઈને તપાસ કરવામાં આવે છે. આપણી સામે એવા ઘણા દર્દી આવ્યા જેમની અંદર કોરોના વાયરસના બધા લક્ષણ હાજર હોવા છતાં તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ તો નેગેટીવ આવ્યો પરંતુ જ્યારે તેમનો બીએએલ ટેસ્ટ કરવામાં આવ્યો તો કોરોના વાયરસની પુષ્ટિ થઈ.'