પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વચ્ચે મુર્શિદાબાદમાં મળ્યા 14 બૉમ્બ, 5માં તબક્કાના વોટિંગ દરમિયાન ઉપયોગ કરવાની શંકા

|

મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળમાં ચાર તબક્કામાં વિધાનસભા ચૂંટણી થઈ ચૂકી છે. 17 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં પાંચમાં તબક્કાની ચૂંટણી થવાની છે. આ પહેલા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના શમશેરગંજ વિસ્તારમાં સોમવારે 14 ક્રૂડ બૉમ્બ જપ્ત કરવામાં આવ્યા. સુરક્ષા બળોને શંકા છે કે આ બૉમ્બનો ઉપયોગ વોટિંગ દરમિયાન કરવાનો હતો. મુર્શિદાબાદમાં મળેલા 14 બૉમ્બને બૉમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દ્વારા ડિસ્પોઝ કરી દેવામાં આવ્યા છે. આ ઘટના એવા સમયમાં થઈ છે જ્યારે રાજ્યમાં 17 એપ્રિલે પાંચમાં તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જો કે આવુ પહેલી વાર નથી જ્યારે મુર્શિદાબાદમાં બૉમ્બ મળવાની ઘટના બની છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મિડ માર્ચમાં પણ મુર્શિદાબાદના સાલાર વિસ્તારમાંથી 17 બૉમ્બ જપ્ત કરવામાં આવ્યા હતા. એ વખતે પોલિસે કહ્યુ હતુ કે ખુફિયા માહિતીના આધારે બૉમ્બને જપ્ત કરવામાં આવ્યા છે. પોલિસે શંકા વ્યક્ત કરી હતી કે વિધાનસભા ચૂંટણીના સમયે આ બૉમ્બનો ઉપયોગ કરવાનો હતો.

આ પહેલી 10 એપ્રિલે ચોથા તબક્કાના મતદાન દરમિયાન કૂચબિહારના એક મતદાન કેન્દ્ર પર હિંસા ભ઼કી ઉઠી હતી. સત્તારૂઢ ટીએમસીએ આરોપ લગાવ્યો કે કેન્દ્રીય બળોએ કૂચબિહારમાં મતદાન કેન્દ્રો પર બે વાર આગ લગાવી અને ગોળીઓ ચલાવી જ્યાં લોકો પોતાના મત આપી રહ્યા હતા. જેમાં પાંચ કાર્યકર્તાઓના મોત થઈ ગયા. કૂચબિહારના અધિકૃત સૂત્રોએ જિલ્લામાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે.

આ ઘટના બાદ ચૂંટણી પંચે વિશેષ અધિકારીઓના એક અંતરિમ રિપોર્ટના આધારે સીતલકૂચી અને કૂચબિહારના 126 કેન્દ્રો પર મતદાન સ્થગિત કરવાનો આદેશ આપ્યો. ચૂંટણી પંચે શનિવારે સાંજે 5 વાગ્યા સુધી મુખ્ય ચૂંટણી અધિકારી પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. ઘટના બાદથી ચૂંટણી પંચે કૂચબિહાર જિલ્લામાં આગલા 72 કલાક માટે કોઈ પણ રાજકીય નેતાના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. પશ્ચિમ બંગાળમાં પહેલા ચાર તબક્કાનુ મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. ચાલી રહેલા ચૂંટણીના પાંચમાં તબક્કાનુ મતદાન 17 એપ્રિલે અને છઠ્ઠા તબક્કાનુ મતદાન 22 એપ્રિલે થશે. મતોની ગણતરી 2મેના રોજ થવાની છે.

ગુજરાત સરકારે કહ્યુ - બધુ નિયંત્રણમાં, લૉકડાઉન સૉલ્યુશન નથી

More WEST BENGAL News