મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણના વધી રહેલા કેસને જોતાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે બુધવાર રાત આઠ વાગ્યાથી રાજ્યમાં આકરા પ્રતિબંધો લાગુ કરી દેવાશે.
તેમણે જણાવ્યું કે આવતીકાલથી સમગ્ર રાજ્યમાં 15 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી રહી છે. જોકે, તેમણે આને 'લૉકડાઉન' નથી ગણાવ્યું.
તેમણે કહ્યું, "હું આને લૉકડાઉન નહીં ગણું."
https://twitter.com/ANI/status/1381991979693731841
મુખ્ય મંત્રીએ કરેલી જાહેરાત અનુસાર આ દરમિયાન રાજ્યમાં માત્ર જીવનજરૂરિયાતની સેવાઓ જ ચાલુ રહેશે. જાહેર પરિવહન ચાલુ રહેશે પણ માત્ર જીવનજરૂરિયાતની સેવા સાથે સંકળાયેલા લોકો જ ઉપયોગ કરી શકશે.
હોટલ માત્ર ટેકઅવે અને ડિલિવરી માટે જ ખૂલશે. રસ્તા પર ખાણીપીણીની દુકાનો ફૂડ ડિલિવરી માટે ખોલી શકાશે.
કેટલાંક કાર્યાલયો અને ઉદ્યોગોને આ નિયમોમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.
રાજ્યમાં અન્નસુરક્ષા અંતર્ગત નોંધાયેલા લોકોને ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખો મફત આપવામાં આવશે. જેનો લાભ રાજ્યના સાત કરોડ લોકો લઈ શકશે. તો દરરોજ બે લાખ 'શિવભોજન થાળી' તૈયાર કરાશે.
રાજ્ય સરકારે નોંધેલા ફેરિયા, કામદારો, ઑટો ડ્રાઇવરોને રૂપિયા 1500 વળતર પેઠે આપવામાં આવશે.
રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રૂપિયા 5400ના પૅકેજની પણ જાહેરાત કરી છે. જેમાંથી રૂપિયા 3,330 કરોડ જિલ્લાઓને કોવિડ વિરુદ્ધની લડત માટે આપવામાં આવશે.
https://www.youtube.com/watch?v=jey9hDhuGnk
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો