Kumbh Mela 2021: શાહી સ્નાન માટે ઉમટ્યો સૈલાબ, સોશિયલ ડિસ્ટંસીંગની ઉડી ધજિયા

|

હરિદ્વારઃ કોરોના મહામારીના સમયમાં આ વર્ષે મહાકુંભનુ આયોજન થયુ છે. આજે કુંભના મેળાનુ બીજુ શાહી સ્નાન છે. સવારથી જ શ્રદ્ધાળુઓ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. પ્રશાસને કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને વારંવાર લોકોને કોરોના ગાઈડલાઈન્સનુ પાલન કરવાની અપીલ કરી રહ્યા છે તેમછતાં લોકો કોરોના ગાઈડલાઈન્સના નિયમો નથી માની રહ્યા. કુંભ મેળા આઈજી સંજય ગુંજયાને કહ્યુ કે અમે લોકોને સતત કોવિડ નિયમોનુ પાલન કરવાની અપીલ કરી રહ્યા છે પરંતુ ભારે ભીડના કારણે તે વ્યાવહારિક રીતે સંભવ નથી. ખાસ કરીને ઘાટો પર લોકોને સામાજિક અંતરનુ પાલન કરાવવા જેવા નિયમનુ પાલન કરાવવુ ખૂબ મુશ્કેલ છે. લોકો માસ્ક વિના મેળામાં જોવા મળી રહ્યા છે.

ત્રીજુ શાહી સ્નાન બૈસાખી એટલે કે 14 એપ્રિલે થશે

સવારે 7 વાગ્યા સુધી લોકો માટે સ્નાન કરવા માટે ઘાટ હતા પરંતુ હવે ત્યાં અખાડાના લોકો સ્નાન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પહેલુ શાહી સ્નાન મહાશિવરાત્રિ પર 11 માર્ચના રોજ થયુ હતુ અને હવે ત્રીજુ સ્નાન વૈશાખી એટલે કે 14 એપ્રિલના રોજ થશે. વળી, ચોથુ અને અંતિમ શાહી સ્નાન 27 એપ્રિલ એટલે કે ચૈત્ર પૂર્ણિમાએ થશે.

મહત્વ

  • એવુ માનવામાં આવે છે કે કુંભના મેળામાં શાહી સ્નાન કરવાથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે અને બધી મુશ્કેલીઓનો અંત આવે છે.
  • કુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
  • કુંભના સ્નાનને શાહી સ્નાન એટલા માટે પણ કહેવામાં આવે છે કારણકે આ દરમિયાન સાધુઓનુ સમ્માન એકદમ રાજસી રીતે થાય છે.

હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક છે કુંભ નગરી

પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે સાગર મંથન દરમિયાન સમુદ્રમાંથી અમૃત નીકળ્યુ ત્યારે દેવતાઓ અને અસુરોમાં તેના માટે ઝઘડો થવા લાગ્યો પરંતુ આ દરમિયાન ઈંદ્ર પુત્ર જયંતે ધન્વંતરીના હાથમાંથી કુંભ છીનવી લીધો અને ભાગી ગયો. આનાથી ગુસ્સે થઈને દૈત્યો પણ જયંતનો પીછો કરવા માટે ભાગ્યા. જયંત 12 વર્ષ સુધી કુંભ માટે ભાગતો રહ્યો. આ સમયમાં તેણે 12 સ્થળોએ અમૃતનો કુંભ રાખ્યો. જ્યાં જ્યાં કુંભ રાખ્યો ત્યાં ત્યાં અમૃતના અમુક ટીપાં છલકાયા અને તે પવિત્ર સ્થળ બની ગયા. આમાંથી આઠ સ્થળ, દેવલોકમાં અને ચાર સ્થળ ભૂ-લોકમાં અર્થાત ભારતમાં છે. આ ચાર સ્થળ છે હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક એટલા માટે કુંભ નગરી કહેવામાં આવે છે.

13 એપ્રિલથી શરૂ થશે રમજાનનો પવિત્ર મહિનો

More HARIDWAR News