કોરોનાવાયરસ સંક્રમણ વિરુદ્ધ તથાકથિત પ્રાકૃતિક પ્રતિરક્ષા ક્યાં સુધી રહે છે? આ એક એવો સવાલ છે જેનો ઉત્તર સૌકોઈ જાણવા માંગતા હશે ખાસ કરીને કોરોનાથી પીડિત વ્યક્તિઓને આ સવાલનો જવાબ જરૂર જાણવો હશે. તો જણાવી દઈએ કે કોરોના સામે પ્રાકૃતિક પ્રતિરક્ષા ઓછામા ઓછી 6-7 મહિના સુધી રહે છે, પરંતુ ઈન્સ્ટીટ્યૂટ ઑફ જીનોમિક્સ એન્ડ ઈંટ્રીગ્રેટિવ બાયોલોજી (IGIB)ન લેટેસ્ટ રિસર્ચમાં ખુલાસો થયો કે 20થી 30 ટકા સંક્રમિત લોકો 6 મહિના બાદ આ નેચ્યુરલ ઈમ્યુનિટી ગુમાવી બેસે છે.
IGIBના નિદેશક ડૉ અનુરાગ અગ્રવાલે આ અધ્યયનને લઈ કહ્યું કે, આ અધ્યયનથી જાણવામાં મદદ મળી છે કે આખરે કોરોનાની બીજી લહેરે મુંબઈ જેવા શહેરોને ઉચ્ચ સેરા પોઝિટિવિટી હોવા છતાં કેમ નથી બક્ષ્યું? કેમ કે 20થી 30 ટકા લોકો કોરોના પ્રત્યે પ્રાકૃતિક પ્રતિરક્ષા જલદી ગુમાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે આ રિસર્ચ મહત્વપૂર્ણ એટલા માટે છે કે આ ભારતમાં કોરોનાની બીજી લહેરના સમય વિશે જણાવે છે. આ વેક્સીનના મહત્વ પર પણ જોર આપતું હોવાથી પણ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે હજી રિસર્ચ ચાલી રહ્યું છે, પરંતુ વર્તમાનમાં જે વેક્સીનનો ઉપયોગ થઈ રહ્યો છે તેમને લઈ માનવામાં આવી રહ્યું છે કે કેટલાક વર્ષો સુધી ગંભીર સંક્રમણ અને મૃત્યુથી લોકોને બચાવી શકાય છે.
રિસર્ચથી માલૂમ પડ્યું કે મુંબઈ અને દિલ્હી જેવાં મોટાં શહેરોમાં હાઈ સેરોપોઝિટિવટી અથવા એન્ટિબોડીઝ હોવા છતાં આટલી મોટી તાદાતમાં કોરોનાના કેસ કેમ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં જાન્યુઆરીમાં માત્ર 56 ટકાથી વધુ એવરેજ સેરા પોઝિટિવિટી મળી આવી હતી, જેને લઈ ડૉક્ટર્સનું માનવું હતું કે નવેમ્બરમાં કોરોનાના મામલામાં વધારા બાદ આવેલી કમીના કારણે આવું થયું હતું.
શનિવારે દિલ્હીમાં કોરોનાના 7897 નવા મામલા સામે આવ્યા, જ્યારે મુંબઈમાં 9327 કેસ નોંધાયા છે. IGBIએ એમ પણ જણાવ્યું કે પોઝિટિવિટી રેટનું પરીક્ષણ કરવા માટે સેરોપૉઝિટિવિટી પ્રમાણસર હતી. જેનો મતલબ કે એન્ટીબોડી અધિકતાથી સંક્રમણના ફેલાવામાં ગિરાવટ આવશે. IGIBના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ શાંતનૂ સેનગુપ્તાએ કહ્યું કે સપ્ટેમ્બરમાં અમે ત્યારે સીરો સર્વે કર્યો હતો તો તેમાં ભાગ લેનાર માત્ર 10 ટકા લોકોમાં કોરોના સામે એંટીબૉડી મળી હતી. જે બાદ આ સહભાગીઓમાંથી કેટલાક પર અમે 3થી 6 મહિના સુધી નજર રાખી અને તેમનો એંટીબૉડી સ્તર તપાસવા માટે નિરંતર ટેસ્ટ કર્યા.
તેમણે આગળ કહ્યું કે, "5થી 6 મહિનામાં 20 ટકા લોકોએ એંટીબૉડી હોવા છતાં પોતાની પ્રાકૃતિક ઈમ્યુનિટી ગુમાવી દીધી હોવાનું માલુમ પડ્યું. અન્ય સહભાગીઓને પ્રાકૃતિક ઈમ્યુનિટીમાં પણ ગિરાવટ આવી હતી. નેચ્યુરલાઈઝેશન (નિષ્પ્રભાવીકરણ) એન્ટીબોડી એ ક્ષમતા છે જે વાયરસને માત આપે છે અથવા કોઈપણ સેલમાં પ્રવેશતાં રોકી દે છે. અધ્યયનમાં સામેલ 10427 સહભાગીઓમાંથી 1058 અથવા 10.14 ટકાએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં એન્ટીબોડી માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. શોધકર્તાઓએ 1058માંથી 175 પર 5 થી 6 મહિના સુધી નજર રાખી અને તેમાંથી 31 એટલે કે 17.7 ટકા લોકોએ નેચ્યુરલાઝેશન ગતિવિધિઓને ગુમાવી દીધી હતી."
જે બાદ 1058માંથી 607માં 3થી 4 મહિના બાદ 5.6 ટકાએ પોતાની નેચરલ ઈમ્યુનિટી ગુમાવી દીધી હતી જ્યારે માત્ર 2.8 ટકા લોકોમાં એન્ટીબોડી નહોતી. આ રિસર્ચમાં 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના સ્થાયી કર્મચારી, તેના પારિવારિક સભ્યો, વિદ્યાર્થી અને સીએસઆઈઆર પ્રયોગશાળાઓમાં સેવા પ્રદાન કરતા અસ્થાયી કર્મચારીઓ સામેલ કરાયા હતા.
આ પણ વાંચો
ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે થઈ કોરોના સંક્રમિત
મહાભારતના એક્ટર સતીશ કૌલનું કોરોના વાયરનસથી નિધન
કોરોના વાયરસના કારણે લગ્નગાળા છતાં સોનાના વેપારમાં મંદી, લોકો નથી કરી રહ્યા ખરીદી