જમ્મુ-કાશ્મીરના શોપિયાંના હાદીપોરામાં રવિવારે સવારે અથડામણ ચાલુ છે. શોપિયાં અથડામણમાં 3 અજાણ્યા આતંકવાદી ઠાર મરાયા છે. કાશ્મીર ઝોન પોલીસે આ વાતની જાણકારી આપી છે. કાશ્મીર પોલીસે કહ્યું કે સમગ્ર વિસ્તારમાં હાલ ઓપરેશન ચાલુ છે. શોપિયાં એન્કાઉન્ટર પર અપડેટ આપતાં કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે પોલીસ અને સુરક્ષાબળોએ નવા ભરતી થયેલા આતંકવાદીઓને પહેલાં આત્મસમર્પણ કરાવવાની કેટલીય વખત કોશિશ કરી. એટલું જ નહિ તેમના માતાપિતાએ પણ આત્મસમર્પણ માટે ઈમાનદારીથી કેટલીય વખત અપીલ કરી પરંતુ અન્ય આતંકવાદીઓએ તેમને આત્મસમર્પણ કરવાની મંજૂરી ના આપી.
શોપિયાં ઉપરાંત અનંતનાગના બિજબેહરામાં પણ આતંકવાદીઓ સાથે સુરક્ષાબળોની અથડામણ ચાલુ છે. પોલીસ મુજબ દક્ષિણ કાશ્મીરમાં શોપિયાં જિલ્લાના હાદીપુરામાં આતંકવાદીઓ છૂપાયા હોવાની ગુપ્ત જાણકારી મળી હતી. જે બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. આ દરમ્યાન સુરક્ષાબળો પર આતંકવાદીઓએ ગોળીઓ ચલાવી. સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહી કરતાં ફાયરિંગ કર્યું.
ટીએમસીએ ચૂંટણી પંચને લખી ચિઠ્ઠી, કહ્યું- કેન્દ્રીય દળોએ 4 લોકોની નિર્મમ હત્યા કરી
શોપિયાંમાં પાછલા કેટલીક દિવસોથી સતત એન્કાઉન્ટર થઈ રહ્યાં છે. 9 એપ્રિલે પણ શોપિયામાં અથડામણ થઈ હતી, જેમાં 5 આતંકવાદી ઠાર મરાયા હતા. મૃત 5 આતંકવાદીઓમાંથી 2 આતંકી મસ્જિદમાંથી ફાયરિંગ કરી રહ્યા હતા.