રાહુલ ગાંધીએ હજુ સુધી કેમ નથી લગાવી કોરોના વેક્સીનઃ રવિશંકર પ્રસાદ
નવી દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક લૉબિસ્ટની જેમ કામ કરી રહ્યા છે. શુક્રવારે પ્રસાદે કહ્યુ કે રાહુલ રાજનેતા તો સંપૂર્ણપણે ક્યારેય ન બન્યા પરંતુ પ્રોફેશનલ લૉબિસ્ટ બની ગયા છે. તે વિદેશી ફાર્મા કંપનીઓના લૉબિસ્ટની જેમ કામ કરી રહ્યા છે અને તેમની વિદેશી વેક્સીનને મંજૂરી આપવાની માંગ કરવી આને સાબિત કરે છે. રાહુલ ગાંધીના વેક્સીન ના લગાવવા અંગે પણ તેમણે સવાલ કર્યા છે. કોરોના રસીકરણ અંગે રાહુલ ગાંધી તરફથી પીએમ મોદીને લખેલી ચિઠ્ઠીના જવાબમાં પ્રસાદે આ કહ્યુ છે.
રવિશંકર પ્રસાદે કહ્યુ કે નેતા તરીકે નિષ્ફળ થયા બાદ રાહુલ ગાંધી લૉબિસ્ટ બની ગયા છે. તેમણે ફાઈટર પ્લેન બનાવતી કંપનીઓ માટે લૉબિંગ કર્યુ અને ભારતની ડીલ(રાફેલ ડીલ)ને પાટા પરથી ઉતારવાની કોશિશ કરી. હવે તે વિદેશી ફાર્મા કંપનીઓ માટે લૉબિંગ કરી રહ્યા છે. રાહુલ ગાંધીને ખબર હોવી જોઈએ કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વેક્સીનની કમી નથી ત્યાં કામ પ્રત્યે પ્રતિબદ્ધતાની કમી છે. તેમણે પોતાની પાર્ટીની સરકારોને રસીકરણ અભિયાન પર ધ્યાન આપવા માટે કહેવુ જોઈએ. પ્રસાદે કહ્યુ કે ભારતમાં કોરોના વેક્સીનની કમી નથી. રસીની કમી માત્ર રાહુલ ગાંધીને દેખાઈ રહી છે. તે પહેલા એ જણાવે કે તેમણે હજુ સુધી રસી કેમ નથી લીધી? શું કોઈ વિદેશ યાત્રા પર પહેલા જ તે રસી લગાવી ચૂક્યા છે અને તેનો ખુલાસો કરવા નથી માંગતા?
રાહુલ ગાંધીએ લખ્યો છે પ્રધાનમંત્રીને પત્ર
રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે મુખ્ય રીતે કોરોનાના વધતા કેસો અને ઘણા રાજ્યોમાં વેક્સીનનો સ્ટૉક ખતમ થવા અંગે ધ્યાન આપવા માટે કહ્યુ છે. રાહુલે અમુક સૂચનો પણ આપ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે જ્યારે ખુદના દેશના લોકો વેક્સીનની કમી સામે લડી રહ્યા હોય ત્યારે બીજા દેશોને વેક્સીન કેમ આપી રહ્યા છો. તેને રોકવામાં આવે અને વેક્સીનેશનની ફાસ્ટ ટ્રેક અપ્રૂવલ કરો. આ ઉપરાંત વેક્સીનેશનની પ્રક્રિયાને બધા માટે ઉપલબ્ધ કરાવવાની માંગ પણ રાહુલ ગાંધીએ કરી છે.
ચૂંટણી પ્રચારમાં કોરોના નિયમોની અનદેખી પર ભડક્યુ ચૂંટણી પંચ