• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત અને ચીન વચ્ચે 11માં દોરની સૈન્ય વાતચીત, પૂર્વ લદ્દાખના ગતિરોધવાળા ક્ષેત્રથી સેના વાપસી પર જોર

|

નવી દિલ્લીઃ ભારત અને ચીન વચ્ચે શુક્રવારે(9 એપ્રિલ, 2021) 11માં દોરની સૈન્ય વાતચીત રાતે 10 વાગ્યા સુધી ચાલી. આ સૈન્ય વાતચીત દરમિયાન ભારતે ચીનને પૂર્વ લદ્દાખના ગતિરોધવાળા ક્ષેત્રો જેવા કે દેપસાંગ, ગોગરા અને હૉટ સ્પ્રિંગ અને અન્ય બાકી ભાગોમાં સૈનિકોની વાપસીની પ્રક્રિયા પર જોર આપવા માટે કહ્યુ છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને ચીન વચ્ચે 11માં દોરની સૈન્ય વાતચીત એટલે કે કોર કમાંડર સ્તરની બેઠક પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય ક્ષેત્રમાં ચુશુલ સીમા ક્ષેત્ર પર સવારે 10.30 વાગે શરૂ થઈ. જણાવવામાં આવી રહ્યુ છે કે બંને દેશો વચ્ચે કોર કમાંડર સ્તરની 11માં દોરની બેઠક રાતે લગભગ 10 વાગ્યા સુધી ચાલુ રહી. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગયા વર્ષે 2020માં પેંગોંગ ઝીલની આસપાસ થયેલ હિંસક ઝડપ બાદ ગતિરોધ શરૂ થઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે શુક્રવારે ભારત-ચીન વચ્ચે થયેલી 11માં દોરની વાતચીતમાં ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની લેહ સ્થિત 14માં કોરના કમાંડર લેફ્ટનન્ટ જનરલ પી જે કે મેનને કરી હતી. આ દરમિયાન તેમણે ચીનના પ્રતિનિધિમંડળને કહ્યુ છે કે તે જલ્દીમાં જલ્દી પૂર્વ લદ્દાખના હૉટ સ્પ્રિંગ, દેપસાંગ અને ગોગરા જેવા વિસ્તારોમાંથી પોતાની સૈન્ય વાપસીની પ્રક્રિયા પૂરી કરે. જો કે અત્યાર સુધી આ બેઠક માટે સરકાર તરફથી કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યુ નથી.

ગયા મહિને માર્ચમાં ભૂમિ દળ પ્રમુખ જનરલ એમએમ નરવાણે કહ્યુ હતુ કે પેંગોંગ ઝીલ આસપાસના વિ્સ્તારોમાંથી સૈનિકોના પીછેહટનો ખતરો હવે ઘટી ગયો છે. પરંતુ તેમણે આ સાથે એ પણ કહ્યુ હતુ કે જોખમ ઘટ્યુ છે પરંતુ ખતમ નથી થયુ. ભારત અને ચીન વચ્ચે 10માં દોરની વાતચીત 20 ફેબ્રુઆરીએ થઈ હતી. 10માં દોરની વાતચીક લગભગ 16 કલાક ચાલી હતી. આ દરમિયાન પણ બંને દેશોના પ્રતિનિધિમંડળે પેંગોંગ ઝીલના ઉત્તર અને દક્ષિણ કિનારાથી પોત-પોતાના સૈનિકો અને હથિયારોને પાછા હટાવવા પર હામી ભરી હતી.

ભારતીય ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળના યુદ્ધાભ્યાસનો વિરોધ

English summary
India China 11th round of talks: India says withdrawal troops from friction points in eastern Ladakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X