કૂચબિહારઃ પશ્ચિમ બંગાળમાં આજે વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 44 સીટો પર સવારે 7 વાગ્યાથી વોટિંગ ચાલુ છે. કૂચ બિહાર સહિત પશ્ચિમ બંગાળની આજે પાંચ જિલ્લામાં મત આપવામાં આવી રહ્યા છે. પહેલા સમાચાર કૂચબિહારના શીતલકૂચી બૂથ નંબર 172થી છે જ્યાં આગ લાગવાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે અહીં ભાજપ કાર્યકર્તા પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. વળી, જણાવવામાં આવી રહ્યુ છે કે શીતલકૂચી મતદાન કેન્દ્ર નંબર 285ની બહાર બૉમ્બ ફેંકવાના કારણે અથડામણ થઈ છે. જેના કારણે ત્યાં તણાવની સ્થિતિ છે. શીતલકૂચી મતદાન કેન્દ્ર નંબર 285 પર બૉમ્બ ફેંકયા બાદ અમુક જૂથોએ કથિત રીતે ગોળીઓ પણ ચલાવી. પોલિસે આ વિસ્તારથી કાચા બૉમ્બ જપ્ત કર્યા છે. વિસ્તારમાં તણાવ ઘટાડવા માટે પોલિસે લાઠીચાર્જનો સહારો લીધો.
વળી, કૂચબિહારના સિતાઈમાં પણ પોલિંગ બૂથની બહાર ધમાકાના સમાચાર છે. સિતાઈના બૂથ નંબર 50ની બહાર બૉમ્બ બ્લાસ્ટ થયો. તૃણમૂલ કોંગ્રેસે શનિવારે ચૂંટણી પંચને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. ટીએમસીએ ચૂંટણી પંચને લખ્યુ છે, 'શીતલકૂચી, નટબરી, તૂફાનગંજ અને દિનહાામાં ઘણા બૂથો પર ભાજપના ગુંડાઓ બૂથની બહાર હોબાળો કરી રહ્યા છે અને ટીએમસીના કાર્યકરોને બૂથમાં પ્રવેશ કરવાથી રોકી રહ્યા છે. આ મામલે સખત કાર્યવાહી થવી જોઈએ.'
ટીવી રિપોર્ટ મુજબ કૂચબિહારના શીતલકૂચીમાં બૂથ નંબર 265 પર ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરમિયાન એક ભાજપ કાર્યકર્તા ઘાયલ થઈ ગયો છે. ઘટના બાદ ભાજપ સમર્થકોએ ટીએમસી પર આરોપ લગાવીને કહ્યુ કે તેમના પોલિંગ એજન્ટ્સને અંદર જવા દેવામાં નથી આવી રહ્યા. જ્યારે અમારા પોલિંગ એજન્ટ્સ અંદર જવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે મારામારી થઈ.