Vaccine Shortage: કોરોનાના વધતા કેસો વચ્ચે દેશમાં માત્ર 5.5 દિવસ માટે કોરોના વેક્સીન સ્ટૉકમાં

|

નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેરમાં જ્યાં રોજ ભારતમાં એક લાખ વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે ત્યાં વેક્સીન માટે આખા દેશમાં લોકોની ચિંતા વધી રહી છે. ઘણા રાજ્યોમાંથી ફરિયાદ આવી છે કે વેક્સીનનો સ્ટૉક ખતમ થઈ રહ્યો છે અથવા ખતમ થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી લેવામાં આવેલ ડેટાથી જાણવા મળ્યુ છે કે રાજ્યોમાં રસીકરણના વર્તમાન સ્તર પર વેક્સીન સ્ટૉક માત્ર 5.5 દિવસ માટે બચ્યો છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ આરોગ્ય મંત્રાલય પાસેથી મળેલા ડેટાની તુલના બાદ એ જાણવા મળ્યુ છે કે ભારતમાં અત્યારે જે સ્પીડથી વેક્સીનેશન થઈ રહ્યુ છે તેના હિસાબે આવનારા 5.5 દિવસો માટે વેક્સીન સ્ટૉકમાં છે. વળી, એક સપ્તાહની વધુ સપ્લાઈ માટે વેક્સીન પાઈપલાઈનમાં છે.

વર્તમાન વેક્સીનેશન સરેરાશના હિસાબે દેશમાં 5.5 દિવસ માટેનો વેક્સીન સ્ટૉક

દેશભરમાં એપ્રિલ મહિનામાં રોજ લગભગ 3.6 મિલિયન લોકોને વેક્સીનનો ડોઝ લગાવવામાં આવી રહ્યો છે. આ દ્રષ્ટિએ જોઈએ તો વેક્સીનનો ટોટલ સ્ટૉક 19.6 મિલિયન આવનારા 5.5 દિવસ સુધી ચાલશે. આ ઉપરાંત વેક્સીનની 24.5 મિલિયન ડોઝ પાઈપલાઈનમાં છે જે તેના એક સપ્તાહ વધુ ચાલશે. પરંતુ જો દેશ રસીકરણ અભિયાનને વધુ તેજ કરવામાં આવે તો આવનારા દિવસોમાં બધા સ્ટૉક જલ્દી ખતમ થઈ જશે. ટીઓઆઈએ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના હવાલાથી લખ્યુ છે કે વેક્સીન રિ-સ્ટૉકિંગની પ્રક્રિયા ચાલુ છે અને ચારથી આઠ દિવસમાં વેક્સીન ફરીથી મોકલવામાં આવશે. કેન્દ્ર રાજ્યોને વેક્સીનના ઉપયોગ માટે રોજ ચર્ચા કરી રહ્યુ છે.

જાણો કયા રાજ્યોમાં કેટલો વેક્સીન સ્ટૉક?

આંધ્ર પ્રદેશ અને બિહાર જેવા અમુક રાજ્યોમાં વર્તમાન વેક્સીનસ્ટૉક બે દિવસથી ઓછા સમય માટે છે. વળી, ઓરિસ્સા જેવા રાજ્યોના વર્તમાન વેક્સીન સ્ટૉક માંડ 4 દિવસમાટે બચ્યા છે. આ વિશ્લેષણ આરોગ્ય મંત્રાલયના આંકડા પર આધારિત છે. ગુરુવારે(8 એપ્રિલ) બપોરે 12.30 વાગ્યા સુધી દરેક રાજ્યને વેક્સીનનો મોકલવામાં આવેલ ટોટલ ડોઝ, જે વેક્સીન ડોઝ પાઈપલાઈનાં છે, 1 એપ્રિલથી દરેક રાજ્ય દ્વારા રોજ કરવામાં આવી રહેલ સરેરાશ વેક્સીનેશન પર આધારિત છે.

- આંધ્ર પ્રદેશમાં વેક્સીન સ્ટૉકનો માત્ર 1.4 લાખ ડૉઝ બચ્યો છે. રાજ્યમાં 1 એપ્રિલથી રોજ 1.1 લાખથી વધુ લોકોનુ વેક્સીનેશન કરવામાં આવી રહ્યુ છે. એવામાં રાજ્યમાં રસીકરણ ક્યાં સુધી ચાલુ રહેશે, તે એ વાત પર નિર્ભર કરશે કે પાઈપલાઈનમાં કેટલો ડોઝ છે.

- બિહારમાં 1 એપ્રિલથી રોજ 1.7 લાખ રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. વળી, રાજ્ય પાસે વેક્સીન ડોઝ હાલમાં 2.6 લાખ ડોઝ બચ્યો છે.

- તમિલનાડુમાં 17 લાખ ડોઝ બચ્યો છે કારણકે રાજ્યોમાં રોજ સરેરાશ રસીકરણ સ્તર બહુ ઓછુ 37,000 રહ્યુ છે.

- મહારાષ્ટ્રમાં 1 એપ્રિલથી રોજ 3.9 લાખ લોકોનુ વેક્સીનેશન કરવામાં આવી રહ્યુ છે. રાજ્યમાં હાલમાં 15 લાખ વેક્સીન ડોઝ છે. જે લગભગ 4થી 5 દિવસ જ ચાલશે.

- ઉત્તર પ્રદેશ(2.5 દિવસ), ઉત્તરાખંડ(2.9), ઓરિસ્સા(3.2) અને મધ્ય પ્રદેશ(3.5) અન્ય રાજ્યોમાં પણ વેક્સીનનો સ્ટૉક ચાર દિવસથી ઓછાનો છે.

IIT રૂડકીમાં કોરોના વાયરસ વિસ્ફોટ, 90 છાત્ર કોરોના સંક્રમિત

More CORONAVIRUS News