કોરોના વાયરસના બધા રેકૉર્ડ તૂટ્યા, 24 કલાકમાં 1.31 લાખ નવા કોવિડ આવ્યા સામે, 780 મોત

|

ભારતમાં કોરોના વાયરસ અપડેટઃ ભારતમાં આજે એટલે કે શુક્રવારે(9 એપ્રિલ) કોરોના વાયરસના બધા રેકૉર્ડ તૂટી ગયા છે. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રેકૉર્ડ તોડ 1.31 લાખ નવા કોવિડ-19ના કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 780 લોકોના મોત થયા છે. જે આ વર્ષના એક દિવસમાં આવનારા સર્વાધિક કેસ છે. છેલ્લા 24 કલાકમાં 61 હજાર 899 લોકો કોરોનાથી રિકવર થયા છે. ભારતમાં કોરોનાના કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા હવે 1,30,60,542 થઈ ગઈ છે. વળી, મહામારીથી મરનારની સંખ્યા 1,67,642 થઈ ગઈ છે. દેશમાં હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા 9.74 લાખે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે (9 એપ્રિલ) જાહેર કરેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,31,968 નવા કેસ સામે આવ્યા છે અને 780 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી 1,67,642 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1,30,60,542 થઈ ગઈ છે. દેશમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 9,79,608 છે. વળી, ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,19,13,292 થઈ ગઈ છે. દેશમાં હાલમાં 9,43,34,262 લોકોને કોરોના વાયરસ વેક્સીન લગાવવામાં આવી છે.

ભારતમાં એપ્રિલના આ સપ્તાહની વાત કરીએ તો કોરોનાના રેકૉર્ડ તોડ કેસ આ દરમિયાન આવ્યા છે.

- સોમવારે(5 એપ્રિલ, 2021) કોરોનાના 1.03 લાખ કેસ સામે આવ્યા.

- મંગળવારે(6 એપ્રિલ, 2021) કોરોનાના 96 હજાર નવા કેસ સામે આવ્યા.

- બુધવારે(7 એપ્રિલ, 2021) કોરોનાના 1.15 લાખ કેસ સામે આવ્યા.

- ગુરુવારે(8 એપ્રિલ, 2021) કોરોનાના 1.26 લાખ નવા કેસ સામે આવ્યા.

- શુક્રવારે(9 એપ્રિલ, 2021) કોરોનાના 1.31 લા્ખ નવા કેસ સામે આવ્યા.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 56,286 નવા કોરોના કેસ

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં 8 એપ્રિલે કોરોનાના 56,286 નવા કેસ સામે આવ્યા છે. જે દેશના 24 કલાકમાં આવેલ 1.31 લાખ નવા કોવિડ કેસના 43 ટકા છે. આ ઉપરાંત છત્તીસગઢમાં 10,652 નવા કોરોના કેસ નોંધવામાં આવ્યા છે. વળી, ઉત્તર પ્રદેશમાં 8,474 નવા કેસ સામે આવ્યા છે.

દેશમાં માત્ર 5.5 દિવસ માટે કોરોના વેક્સીન સ્ટૉકમાં

More CORONAVIRUS News