અવંતીપોરાઃ જમ્મુ કાશ્મીરના અવંતીપોરા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં શુક્રવારે(9 એપ્રિલ)ની સવારે એનકાઉન્ટર શરૂ થયુ. અવંતીપોરામાં ત્રાલના એનકાઉન્ટરમાં બે અજ્ઞાત આતંકવાદી ઠાર મરાયા છે. કાશ્મીર ઝોન પોલિસે આ અંગેની માહિતી આપી છે. પોલિસ અને સુરક્ષાબળો બંને મળીને ત્રાલ વિસ્તારમાં જોઈન્ટ ઑપરેશન ચલાવી રહ્યા છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. જો કે માર્યા ગયેલા આતંકવાદીઓની હાલમાં ઓળખ થઈ શકી નથી. લેટેસ્ટ માહિતી મુજબ શોપિયામાં ત્રણ આતંકવાદી માર્યા ગયા બાદ 2 અન્ય આતંકી ફાયરિંગ કરી રહ્યા છે જેનો પોલિસ અને સુરક્ષાબળો જવાબ આપી રહ્યા છે.
શોપિયામાં મસ્જિદની અંદરથી ફાયરિંગ કરી રહ્યા 2 આતંકી
શોપિયામાં એક સુરક્ષાકર્મી પણ ઘાયલ થઈ ગયો છે. શોપિયામાં બાબા મહોલ્લામાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી. ત્યારબાદ સુરક્ષાબળોએ પોલિસ સાથે મળીને વિસ્તારનો ઘેરાવ કર્યો અને સર્ચ અભિયાન ચલાવ્યુ. કાશ્મીર પોલિસના જણાવ્યા મુજબ શોપિયામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદી બાદ બે આતંકવાદી મસ્જિદની અંદરથી ફાયરિંગ કરી રહ્યા છે. જો કે આતંકીઓને સુરક્ષાબળ અને કાશ્મીર પોલિસ મળીને જવાબ આપી રહી છે.
શોપિયામાં માર્ચમાં થયા ઘણા એનકાઉન્ટર
શોપિયા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓમાં માર્ચમાં સતત એનકાઉન્ટર થયા છે. 27 માર્ચે વનગામમાં થયેલા એનકાઉન્ટરમાં 2 આતંકી જવાનોને ઠાર માર્યા હતા. આ પહેલા 22 માર્ચે મનિહાલમાં 4 આતંકવાદીઓને જવાનોએ ઠાર માર્યા હતા.
Jammu and Kashmir: Encounter has started in Shopian. Police and security forces are carrying out the operation. Details awaited.
— ANI (@ANI) April 8, 2021
અમેરિકાઃ ટેકસાસના પાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 1નુ મોત, 6 ઘાયલ