પટનામાં 9 એપ્રિલે મેઘ વરસી શકે છે
વળી, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે અને માટે વિભાગે ત્રણ દિવસનુ યલો એલર્ટ હિમાચલ પ્રદેશમાં જાહેર કર્યુ છે. વળી, યુપી-બિહારના અમુક શહેરોમાં પણ વાદળો વરસી શકે છે. પટનામાં 9 એપ્રિલે વરસાદની સંભાવના છે. વળી, વિભાગે કહ્યુ કે ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલામાં હવામાન ઘણુ ખરાબ થઈ શકે છે. અહીં કરાવૃષ્ટિની સંભાવના છે. વળી, લદ્દાખ, ચમોલી, ઉત્તરકાશીમાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે આસામ, મિઝોરમ, મેઘાલય, મિઝોરમમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે.
બુરહાનપુરમાં પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો
વળી, મધ્ય પ્રદેશમાં અત્યારથી જોરદાર ગરમી પડી રહી છે. બુરહાનપુરમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયુ ત્યારબાદ તે આ સિઝનનુ અત્યાર સુધીનુ સૌથી વધુ ગરમ શહેર બની ગયુ છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ચેન્નઈમાં જોરદાર ગરમી પડી રહી છે. જો કે આજે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના અમુક ભાગોમાં વરસાદ થવાના અણસાર છે.
રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ
સ્કાઈમેટના જણાવ્યા મુજબ દિલ્લી, હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડ, એમપી, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં વરસાદ થવાના અણસાર છે. રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ પણ ચાલી શકે છે. વળી, દિલ્લીમાં લૂની સંભાવના નથી. જો કે આગામી 24 કલાકમાં રાજધાનીમાં આંધી-વરસાદ આવી શકે છે.
માનસૂન કોને કહેવાય
માનસૂન હિંદ-અરબ સાગર તરફથી ભારતના દક્ષિણ-પશ્ચિમ તટ પર આવતા પવનોને કહેવાય છે જે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં વરસાદ લાવે છે. આ એવા મોસમી પવનો છે જે દક્ષિણી એશિયાના ક્ષેત્રમાં જૂનથી સપ્ટેમ્બર સુધી માત્ર 4 મહિના સક્રિય રહે છે. હાઈડ્રોલૉજીમાં માનસૂનનો અર્થ છે - એવા પવનો જે વરસાદ લાવે.