મહારાષ્ટ્રમાં 26 કેન્દ્રો પર વેક્સીનનો સ્ટૉક ખતમ, કેન્દ્ર ગુજરાતને વધુ ડોઝ આપતું હોવાનો આરોપ

|

કોરોનાવાયરસના બીજી લહેરે સમગ્ર દેશની હાલત ગંભીર કરી દીધી છે તેમાં પણ મહારાષ્ટ્રમાં સ્થિતિ અત્યંત વિકટ છે. એવામાં મહારાષ્ટ્ર સરકાર સમક્ષ નવી એક મુસિબત સામે આવીને ઉભી છે. મહારાષ્ટ્ર વેક્સીનની કમીનો સામનો કરી રહ્યું છે. જેને પગલે કેટલાય સેન્ટરો પર રસીકરણનું કામ રોકી દેવાયું છે અને આગામી દિવસોમાં કેટલીય જગ્યાએ રસીકરણ બંધ કરવું પડી શકે છે. મુંબઈમાં 26 સેંટરના વેક્સીન સ્ટૉક પૂરા થવાને પગલે આજે રસીકરણ બંધ કરી દેવાયું છે. મુંબઈ ઉપરાંત સાંગલી, સતારા, ગોંડિયા, પનવેલ, ચંદ્રપુર, યવતમાલ, કોલ્હાપુર, નવી મુંબઈ અને વાસિમમાં પણ કેટલાય કેન્દ્રો પર વેક્સીનના સ્ટૉક ઘણા ઓછા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ગુરુવારે કહ્યું કે તેમણે આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન સાથે વાત કરી છે અને પોતાની પરેશાની જણાવી છે. ઉપરાંત રાજેશ ટોપેએ કેન્દ્ર સરકાર વેક્સીનના ડોઝ આપવાને લઈ મહારાષ્ટ્ર સાથે ભેદભાવ કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે મહારાષ્ટ્રના મુકાબલે નાનાં રાજ્ય ગુજરાતને વધુ ડોઝ અપાઈ રહ્યા છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે અમારી પાસે માત્ર બે દિવસનો સ્ટૉક છે અને જો અમને પર્યાપ્ત ડોઝ નહિ મળ્યો તો રસીકરણ રોકી દેવું પડશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરાયેલા નવા આદેશ મુજબ 7.5 લાખ વેક્સીન ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે બીજા રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણાને કોરોના વેક્સીનનો કેટલોય વધુ ડોઝ આપવામાં આવ્યો છે.

રાજેશ ટોપેએ કહ્યું કે, 'મેં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન સાથે વાત કરી છે. એનસીપી પ્રમુખ શરદ પવારે પણ વેક્સીનને લઈ ભેદભાવ કરવાના મુદ્દે હર્ષવર્ધન સાથે વાત કરી છે. અમારો સવાલ છે કે જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દી સૌથી વધુ મળી રહ્યા છે, તો અહીં સક્રિય દર્દી સૌધથી વધુ છે અને પોઝિટિવિટિ રેટ પણ વધુ છે તો અમને એટલી વેક્સીન કેમ નથી આપતા.'

ભાજપને ઝાટકો, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 2 નગર નિગમ જીતી

રાજેશ ટોપેએ આગળ કહ્યું કે ડૉ હર્ષવર્ધને તેમની વાત સાંભળી છે અને જલદી જ આ મુદ્દે પગલાં ઉઠાવવાનું કહ્યું છે. કેન્દ્ર શું કહે છે તેનો અમે ઈંતેજાર કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે મહારાષ્ટ્રને હર મહિને 1.6 કરોડ વેક્સીનના ડોઝ અને દર અઠવાડિયે 40 લાખ ડોઝ મળે. દરરોજ અમે 6 લાખ લોકોને રસી આપી રહ્યા છીએ, એવામાં અમારે વધુ ડોઝની જરૂરત છે.

More CORONAVIRUS News