Covid 19: પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે આજે મીટિંગ, વેક્સીનેશન પર પણ થશે ચર્ચા

|

નવી દિલ્લીઃ દેશમાં એક વાર ફરીથી કોરોના વાયરસે વેગ પકડ્યો છે. લોકોની બેદરકારીના કારણે ફરીથી કોરોના દર્દીઓમાં વધારો થયો છે. ઝડપથી વધતા સંક્રમણના કારણે ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. વળી, આજે કોરોનાના વધતા કેસો પર પીએમ મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક હાઈલેવલ મીટિંગ કરવાના છે. આ મીટિંગ આજે સાંજે 6.30 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે. તમને જણાવી દઈએ કે માત્ર બે દિવસ પહેલા પણ પીએે રીવ્યુ મીટિંગ કરી હતી.

આ મીટિંગમાં કોરોનાને રોકવાના ઉપાય અને વેક્સીનેશન માટે ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કહ્યુ છે કે રાજ્યમાં વેક્સીનની કમી છે અને કેન્દ્ર સરકાર તેમની વાત સાંભળી નથી રહી. હાલમાં કોરોનાથી સૌથી વધુ ગ્રસિત મહારાષ્ટ્ર જ છે. ત્યારબાદ દિલ્લી, ગુજરાત, પંજાબ, કર્ણાટક, કેરળ, હરિયાણાનો નંબર આવે છે.

પીએમ મોદીએ કોરોના વેક્સીનને બીજો ડોઝ લીધો

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ગુરુવારે સવારે એઈમ્સમાં કોરોના વેક્સીનની બીજો ડોઝ લીધો છે અને તેમણે આ વિશે એક ટ્વિટ પણ કર્યુ છે. પીએમ મોદીને કોરોનાની પહેલી રસી 1 માર્ચે લગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના અત્યાર સુધી 1,15,736 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1,28,01,785 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોનાથી 630 લોકોએ દમ તોડ્યો છે ત્યારબાદ મોતનો આંકડો 1,66,177 સુધી પહોંચી ગયો છે. વળી, દેશમાં અત્યાર સુધી 8,70,77,474 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે.

રાજ્યોએ કોરોના ટેસ્ટ વધારવાની જરૂર

દેશમાં કોરોનાથી 1.3 ટકા મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાના ઝડપથી વધતા કેસો માટે ચિંતા વ્યક્ત કરીને કહ્યુ છે કે રાજ્યોએ કોરોના ટેસ્ટ વધારવાની જરૂર છે. કોરોના આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં આગલા ચાર સપ્તાહ ઘણા મહત્વના રહેવાના છે. દેશમાં કોરોનાથી 1.3 ટકા મોત થયા છે માટે બધાએ પૂરા અનુશાસન સાથએ કોરોનાની ગાઈડલાઈન્સને ફૉલો કરવી જરૂરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સીનનો બીજો ડોઝ

More NARENDRA MODI News