બાલકનીમાં મહિલાઓની ચાલી રહી હતી ન્યૂડ પાર્ટી, પછી કંઈક એવુ થયુ કે જવુ પડ્યુ જેલ

|

દુબઈઃ મહિલાઓના એક ગ્રુપને પેંટ હાઉસની બાલકનીમાં કપડા વિના ફોટોશૂટ કરાવવુ દુબઈમાં મોંઘુ પડી ગયુ. ફોટોશૂટ કરાવી રહેલી બધી મહિલાઓની દુબઈ પોલિસે ધરપકડ કરી લીધી છે. સમાચાર મુજબ આરોપી મહિલાઓના ન્યૂડ થઈને બાલકની ફોટોશૂટનો વીડિયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો ત્યારબાદ હરકતમાં આવેલી દુબઈ પોલિસે બધાની ધરપકડ કરી લીધી છે.

10થી 12 છોકરીઓ આપી રહી હતી ન્યૂડ પોઝ

માહિતી મુજબ છોકરીઓનુ એક ગ્રુપ દિવસના અજવાળામાં બાલકનીમાં ન્યૂડ થઈને ફોટોશૂટ કરાવી રહી હતી. એક સાથે 10થી 12 છોકરીઓને ફોટોશૂટ માટે ન્યૂડ પોઝ આપતી જોવામાં આવી. ફોટો દુબઈના એક પૉશ વિસ્તારનો છે જ્યાં આ ફોટોશૂટને કેમેરામેન શૂટ કરી રહ્યો હતો પરંતુ આ દરમિયાન કોઈ બીજા વ્યક્તિએ દૂરથી આનો ફોટો ક્લિક કરી લીધો અને વાયરલ કરી દીધો.

મહિલાઓને મળી છ મહિનાની જેલની સજા

યુએઈ સાથે જોડાયેલા સમાચાર પત્ર ધ નેશનલે જણાવ્યુ કે એવુ લાગે છે કે મહિલાઓએ પબ્લિસિટી સ્ટંટ માટે બાલકની પર પોઝ આપવા માટે કપડા કાઢ્યા હતા. વળી, આ ઘટનામાં શામેલ મહિલાઓને પબ્લિક ડીસેંસી લૉનુ ઉલ્લંઘન કરવા માટે છ મહિનાની જેલ અને લગભગ 1000 પાઉન્ડનો દંડ કરવામાં આવ્યો છે. કાર્યવાહી માટે પોલિસે જણાવ્યુ કે આ રીતને વ્યવહાર અસ્વીકાર્ય છે અને આ સંયુકત આરબ અમીરાતના મૂલ્યો અને નૈતિકતાની વિરુદ્ધ છે.

સોશિયલ મીડિયા પર કડકાઈ

આ તરફ, ન્યૂડ વીડિયો શેર કરનાર વ્યક્તિ પર પણ કાર્યવાહી કરવામાં આવી શકાય છે કારણકે દુબઈમાં જો કોઈ આ રીતનો ન્યૂડ વીડિયો કે ફોટો સોશિયલ મીડિયા પર શેર કરેતો તેના પર પણ કાયદાકીય કાર્યવાહી થાય છે. યુએઈના કાયદા અનુસાર અશ્લીલ કંટેંટ શેર કરવો દંડનીય ગુનો છે. દુબઈમાં લાયસન્સ વિના સાર્વજનિક જગ્યાએ દારુ પીવો અને કિસ કરવી પણ બેન છે.

કેન્દ્રની ચેતવણી - વીકેન્ડ લૉકડાઉનથી નહિ કંટ્રોલ થાય કોરોના

More PHOTOSHOOT News