નવી દિલ્લીઃ આજે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં વિધાનસભા ચૂંટણી માટે મત આપવામાં આવી રહ્યા છે. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ચૂક્યુ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકોને મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી છે. વળી, તે બાદ તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વિટ કરીને લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કર્યુ છે કે આજે આસામમાં અંતિમ તબક્કામાં ચૂંટણી છે. મારી બધા મતદારો બહેનો-ભાઈઓને અપીલ છે કે લોકતાંત્રિક પ્રક્રિયાને મજબૂત કરવા માટે ભારે સંખ્યામાં મતદાન કરો. મને પૂરો વિશ્વાસ છે કે આસામની જનતા આજે પ્રગતિ અને ઉન્નતિની ગેરેન્ટીનો રસ્તો ચૂંટશે.
તેમણે પોતાના આગલા ટ્વિટમાં કહ્યુ કે કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં મતદાન શરૂ થઈ ગયુ છે. હું મારી બહેનો અને ભાઈઓને અનુરોધ કરુ છુ કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે અને પોતાના માટે એક મજબૂત, પ્રગતિશીલ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરે.(જુઓ પ્રિયંકા ગાંધીનુ ટ્વિટ)
પ્રિયંકા ગાંધીએ સાધ્યુ મોદી સરકાર પર નિશાન
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીએ આસામમાં જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો છે. પોતાની રેલીઓમાં પ્રિયંકાએ ભાજપ પર જોરદાર હુમલો કર્યો. પ્રિયંકાએ કહ્યુ છે કે ભાજપ માફિયાની જેમ કામ કરી રહ્યુ છે. આસામમાં સિંડિકેટ ચાલી રહી છે. ચાના બગીચાના મજૂરો, યુવાનો અને આદિવાસીઓને છેતર્યા અને સીએએ લાગુ કરી દીધુ. પ્રિયંકાએ રેલીમાં ભાજપને ખોટુ ગણાવીને કહ્યુ હતુ કે મોદી સરકારે એરપોર્ટને પોતાના અબજપતિ દોસ્તને સોંપી દીધુ. ખેડૂતોની જમીનો ચોરી લીધી અને ભાજપના મોટા દોસ્તોના હાથોમાં સોંપી દીધી.
કુલ 475 સીટો પર થઈ રહ્યુ છે મતદાન
તમને જણાવી દઈએ કે મંગળવારે બંગાળમાં 31, આસામમાં 40, કેરળની 140, તમિલનાડુની 234 અને પુ઼ડુચેરીની 30 સીટો માટે મતદાન થઈ રહ્યુ છે. સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો ે. ચૂંટણી પરિણામ 2મેના રોજ આવશે. મતદાન માટે લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો સવારથી જ લાઈનમાં ઉભા રહીને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે.
લગ્ન કરવાનુ કારણ મારી પ્રેગ્નેન્સી નથીઃ દીયા મિર્ઝા