બંગાળ, તમિલનાડુ, કેરળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીઃ PM મોદીએ રેકૉર્ડ વોટિંગની કરી અપીલ, યુવા મતદારોને ખાસ

|

વિધાનસભા ચૂંટણી 2021: પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં આજે મંગળવારે(6 એપ્રિલ) વોટિંગ થઈ રહ્યુ છે. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયુ છે. આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં થઈ રહેલ વિધાનસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મતદારોને રેકૉર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં ખાસ કરીને યુવા મતદારોને બંપર વોટિંગ કરવા માટે કહ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ અલગ અલગ રાજ્યોમાં થઈ રહેલ ચૂંટણી માટે ત્યાંની સ્થાનિક ભાષામાં ટ્વિટ કર્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થઈ રહી છે. હું આ સ્થળોના લોકોને અનુરોધ કરુ છુ કે તે રેકૉર્ડ સંખ્યામાં મતદાન કરે, ખાસ કરીને યુવા મતદારો. પાંચો રાજ્યોની 475 સીટો પર આજે મતદાન થઈ રહ્યુ છે. જેમાંથી તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક તબક્કામાં બધી સીટો માટે ચૂંટણી ચાલુ છે.

તમિલનાડુમાં આજે રાજ્યની બધી 234 સીટો પર એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે. કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે સવારે 8 વાગ્યા પહેલા કંદનૂરમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યુ. વળી, અભિનેતા રજનીકાંતે પણ ચેન્નઈમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન સવારે 8 વાગ્યાથી સામાન્ય લોતોની જેમ લાઈનમાં ઉભા રહીને કર્યુ. વળી, મક્કલ નીડિ માઈમના પ્રમુખ કમલ હસને પણ ચેન્નઈમાં મતદાન કર્યુ.

વળી, કેરળમાં પણ આજે બધી 140 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે. કેરળમાં મેટ્રો મેન ઈ શ્રીધરને પોન્નાનીમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યુ. ઈ શ્રીધરને રાજ્યમાં ભાજપની જીતનો દાવો કર્યો છે.

કેરળ અને તમિલનાડુ ઉપરાંત પુડુચેરીમાં આજે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે. વળી, આસામમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનુ મતદાન થઈ રહ્યુ છે. આસામની બધી બચેલી 40 સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. આસામમાં આની પહેલા બે તબક્કામાં મતદાન થઈ ચૂક્યુ છે.

પશ્ચિમ બંગાળમાં આજે ત્રીજા તબક્કા માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 31 સીટો માટે વોટિંગ થઈ રહ્યુ છે. રાજ્યમાં પાંચ તબક્કામાં મતદાન થવાનુ હજુ બાકી છે. આ બધા રાજ્યોમાં ચૂંટણીની મતગણતરી 2 મે, 2021ના રોજ થવાની છે.

PM મોદી ભાજપ સ્થાપના દિવસ પર કાર્યકર્તાઓને કરશે સંબોધિત

Know all about
નરેન્દ્ર મોદી

More ASSEMBLY ELECTION News