Coornavirus: કેન્દ્ર સરકારે આરોગ્યકર્મીઓના રસીકરણ માટે નવા રજિસ્ટ્રેશન પર લગાવી રોક

|

નવી દિલ્લીઃ કોરોનાના વધતા કેસો અને વેક્સીનેશનમાં આવી રહેલી અનિયમિતતાઓને જોતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવોને પત્ર લખીને આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સના રસીકરણ માટે નવા રજિસ્ટ્રેશ ન કરવાના નિર્દેશ આપ્યા છે. તમને જણાવી દઈએ કે અમુક રસીકરણ કેન્દ્રો પર એ રીતની ફરિયાદ મળી છે કે 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોના આરોગ્યકર્મી કે ફ્રંટલાઈન વર્કર્સના નામે રજિસ્ટ્રેશન કરાવીને રસી લગાવી રહ્યા છે. આના કારણે કેન્દ્ર તરફથી આ પગલુ લેવામાં આવ્યુ છે.

સૌથી વધુ ફરિયાદ દિલ્લીના અમુક પ્રાઈવેટ વેક્સીનેશન સેન્ટર પરથી આવી હતી. આને જોતા કેન્દ્રએ દિલ્લી સરકારને પણ પત્ર લખ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે દિલ્લીના પ્રધાન સચિવ(આરોગ્ય)ને સંબોધિત પત્રમાં અધિકારીઓને ઉત્તર પૂર્વી જિલ્લામાં ખાનગી રસીકરણ કેન્દ્ર તરીકે કામ કરી રહેલ વિદ્યાસાગર ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ, ન્યૂરો એન્ડ અલાઈડ સાયન્સના તત્કાલ કારણ બતાવો નોટિસ મોકલવા માટે કહ્યુ છે. આ સેન્ટર પર વેક્સીનેશનના નિયમ કાયદાનુ ઉલ્લંઘન કરવાની વાત સામે આવી છે.

રાજેશ ભૂષણ તરફથી મોકલેલા પત્રમાં વિમહાંસને 48 કલાકની અંદર લેખિત જવાબ આપવા માટે કહેવામાં આવ્યુ છે. આ ઉપરાંત હોસ્પિટલ પર દંડ લગાવવા અને જવાબ સંતોષજનક ન મળવા પર તેને પેનલથી હટાવવા જેવા પગલા લેવા માટે પણ કહેવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના આરોગ્યકર્મી તેમજ ફ્રંટલાઈન વર્કર્સ અને 45 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને રસી લગાવવાની અનુમતિ આપી છે.

આપણા જવાનો આ રીતે શહીદ થવા માટે નથીઃ રાહુલ ગાંધી

Union Health Secretary Rajesh Bhushan writes to Health Secretaries of all States/UTs, "In view of vaccination of ineligible beneficiaries in the name of health care & front line workers at some CVCs. No new registrations in the categories of HCWs & FLWs will be allowed." pic.twitter.com/KNUUc8KbPA

— ANI (@ANI) April 5, 2021

More CORONAVIRUS News