નવી દિલ્લીઃ દેશમાં કોરોના સામે યુદ્ધના ધોરણે વેક્સીનેશનનુ કામ ચાલી રહ્યુ છે. વધુને વધુ લોકોને આગળ આવીને રસીકરણ કરાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. લોકો ખુદ પણ કોરોનાનો ડોઝ લેવા માટે ગંભીર જણાઈ રહ્યા છે. વળી, સરકારથી લઈને વૈજ્ઞાનિકો સુધી બધા લોકોએ આને સુરક્ષિત અને કોરોના પર પ્રભાવી ગણાવી છે. આ બધા દરમિયાન એક સવાલ છે દરેક વ્યક્તિના મનમાં છે કે વેક્સીનથી કંઈ નુકશાન થયુ તો શું મળશે વળતર? આ સવાલ વિશે જાણો સરકારે શું કહ્યુ છે?
રસીકરણના કારણે કોઈ પણ દુષ્પ્રભાવ કે પ્રતિકૂળ ઘટનાઓના કેસમાં ભારત સરકારે સ્પષ્ટ કરી દીધુ કે કોરોના વેક્સીન લેનાર માટે કોઈ વળતરની જોગવાઈ નથી. જો કે કોરોનાની રસી સરકારી કેન્દ્ર પર ફ્રીમાં ઉપલબ્ધ છે. સંસદમાં એક સવાલના જવાબમાં આરોગ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોઈ પણ પ્રકારના દુષ્પ્રભાવો સામે વેક્સીન પ્રાપ્ત કરનાર માટે વળતરની કોઈ જોગવાઈ નથી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે વેક્સીન કંપનીઓ સાથે સરકારના ખરીદ આદેશ મુજબ ફાર્માસ્યુટીકલ્સ ફર્મ બધી પ્રતિકૂળતાઓ માટે જવાબદરા રહેશે અને કોઈ પણ દૂર્ઘટના સામે ઈનકાર કરવા પર લોકો કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. વળી, દેશમાં થનાર માનવ પરીક્ષણો દરમિયાન વૉલિંટિયર્સ માટે વળતરને પરિભાષિત કરનાર માટે ખાસ નિયમ છે પરંતુ ડ્રગ્ઝ એન્ડ કૉસ્મેટિક્સ અધિનિયમ હેઠળ ઈમરજન્સી ઉપયોગ માટે સ્વીકૃત રસી મેળવ્યા બાદ કોઈ પણ પ્રતિકૂળ ઘટના સામે વળતર મેળવવા માટે કોઈ તંત્ર નથી. આવા લોકો કાયદાકીય વિકલ્પ શોધી શકે છે.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આવા કેસોમાં વેક્સીન નિર્માતાની ફરજ હશે. આ ઉપરાંત અન્ય ઉપાય પણ છે જેવા કે વીમા નિયામક દ્વારા સુવિધા હેઠળ આરોગ્ય વીમા પૉલિસી હેઠળ રસીકણ (AEFI)બાદ પ્રતિકૂળ ઘટનાના કારણે કોઈ પણ હોસ્પિટલમાં ભરતી થવા પર કવરેજ. આખા ભારતમાં રસીનો 8 કરોડથી વધુનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. અત્યાર સુધી બહુ ઓછી પ્રતિકૂળ ઘટનાઓની સૂચના મળી છે. માર્ચના મધ્ય સુધી વેક્સીન મેળવનાર વ્યક્તિઓમાં લગભગ 79 મોત થયા હતા. જો કે વિવિધ સાર્વજનિક આરોગ્ય સમૂહો જેવા કે ઑલ ઈન્ડિયા ડ્રગ્ઝ એક્શન નેટવર્કે આરોગ્ય મંત્રાલયને કંપનીને વળતરની જોગવાઈ વિશે જણાવવાની માંગ કરી છે.
દેશના નવા મુખ્ય ન્યાયાધીશ હશે જસ્ટીસ એનવી રમણા