પીએમ મોદીએ કરી અપીલ
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાઈ રહી છે. હું આ સ્થાનોના લોકોને રેકોર્ડ સંખ્યામાં, ખાસ કરીને યુવા મતદારોને મત આપવા વિનંતી કરું છું.
રાહુલ પ્રિયંકાએ પણ કરી અપીલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ લોકોને મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી છે, જ્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં મતદાન શરૂ થઈ ગયું છે. હું મારા બહેનો અને ભાઈઓને વિનંતી કરું છું કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે અને પોતાનું મજબૂત, પ્રગતિશીલ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરે.
ગરમીનો પ્રકોપ
આજે, આસામના ગુવાહાટીમાં પારો 34 ડિગ્રી, કોલકાતામાં 32 ડિગ્રી, ચેન્નઇમાં 31 ડિગ્રી, પુડુચેરીમાં 31 ડિગ્રી, તિરુવનંતપુરમમાં 32 ડિગ્રી છે.
હીટવેવ કોને કહેવાય
તમને જણાવી દઈએ કે ભારતમાં સામાન્ય રીતે માર્ચ અને જૂન વચ્ચે 'હીટવેવ' હોય છે. જ્યારે કોઈ સ્થાનનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરે છે અને દિવસના સમયે તાપમાન સામાન્ય તાપમાન કરતા 4 થી 5 ડિગ્રી વધારે હોય છે, ત્યારે હવામાન વિભાગ તેને 'હીટવેવ' તરીકે જાહેર કરે છે. જ્યારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી કરતા વધી જાય અથવા સામાન્ય કરતા 6 ડિગ્રી વધી જાય, ત્યારે તેને 'ગંભીર હીટવેવ' કહેવામાં આવે છે.