છત્તીસગઢના જિલ્લા બીજાપુરમાં શનિવારે નક્સલવાદીઓ સાથે અથડામણમાં 5 જવાન શહીદ થઈ ગયા છે અને લગભગ 30 જેટલા સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 23 જવાનને બીજાપુર હોસ્પિટલમાં અને 7ને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છત્તીસગઢ પોલીસના સૂત્રોએ આ સમાચાર આપ્યા છે. અહેવાલ મુજબ સુકમા અથડામણ બાદ ઓછામા ઓછા 15 જવાન લાપતા છે. અથડામણમાં ઠાર મરાયેલા 5માંથી 2 જવાનના દેહ મળી આવ્યાં છે. છત્તીસગઢના એક વરિષ્ઠ અધિકારીએ કેટલાય નક્સલવાદીઓ ઠાર મરાયા હોવાની પુષ્ટિ કરી છે. આઈજી બસ્તર પી સુંદરરાજે શરૂઆતી જાણકારી બાદ કહ્યું કે અથડામણમાં ઓછામા ઓછા 9 નક્સલવાદી ઠાર મરાયા છે અને 15 ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે અથડામણમાં 250 નક્સલવાદીઓ સામેલ હતા. જો કે ફાઈનલ આંકડા આપવાની તેમણે ના પાડી દીધી હતી.
અધિકારીએ કહ્યું કે રાયપુરથી 400 કિમી દૂર સુકમા અને બીજાપુરની સીમા પર તરન ક્ષેત્રના જંગલોમાં અથડામણ થઈ, માટે કેટલા નક્સલવાદી ઠાર મરાયા તેનો આંકડો જણાવી ના શકાય પરંતુ તેમને પણ ભારી નુકસાન થયું છે. બસ્તરમાં પાછલા 10 દિવસમાં સુરક્ષાબળો પર આ બીજો મોટો હુમલો હતો.
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના માઓવાદીઓએ ઘાત લગાવી સુરક્ષાબળો પર હુમલો કર્યો. માનવામાં આવી રહ્યું છે કે માઓવાદીઓને ભારે નુકસાન થયું છે, છત્તીસગઢના ગૃહમંત્રીએ કહ્યું કે બંને દળ એટલે કે સુરક્ષાબળો અને નક્સલીઓએ મોર્ટાર અને અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ એક વરિષ્ઠ પોલીસ અધિકારી મુજબ બંને તરફ નુકસાનીની સંખ્યા વધી શકે છે કેમ કે રાયપુરથી 400 કિમી દૂર સુકમા અને બીજાપુરની સીમા પર તરન ક્ષેત્રના જંગલોમાં અથડામણ ચાલુ છે. સીઆરપીએફની કોબરા કમાંડો ટીમ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ રિજર્વ ગાર્ડ ત્રણેય સુરક્ષા બળોના લગભગ 400 જવાન જોઈન્ટ ઓપરેશન અંતર્ગત શુક્રવારે આ વિસ્તારમાં માઓવાદીઓ સમે અભિયાન ચલાવી રહ્યા હતા. તે દરમ્યાન શનિવારે માઓવાદીઓએ સુરક્ષાબળો પર હુમલો કર્યો અને બસ્તર રેંજના બીજાપુર જિલ્લાના તારેમ વિસ્તારમાં આ અથડામણ શરૂ થઈ ગઈ.